Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ: વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર માટે ગૃહમંત્રી જ જવાબદાર છે , વડાપ્રધાન તેમને હટાવે

Thu, July 30 2026

વિદ્યાર્થીઓને લાકડીઓમાં ખીલા લગાવીને માર મારવામાં આવ્યા હતા. 

નવી દિલ્હી: વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે અમિત શાહના રાજીનામા ની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે, 20 જુલાઈના રોજ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે.લોકસભામાં એન્ટી પેપર લીક બીલ પાસ થયા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને માંગ કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને પદ ઉપર થી દુર કરવા જોઈએ.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર પેલેટ ગનથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે ઘાયલ વિદ્યાર્થીઓ અંગેના એઇમ્સ પ્રમાણપત્રો જોયા છે. તેમને સંસદમાં બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ગૃહ વારંવાર વિક્ષેપિત થયું હતું. ગૃહમંત્રી અમિત શાહ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ગોળીબાર માટે જવાબદાર છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે 20 જુલાઈના રોજ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને લાકડીઓમાં ખીલા લગાવીને માર મારવામાં આવ્યા હતા.  મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હતો. આમાંના ઘણા લોકો પોલીસ ગણવેશમાં નહોતા. રાહુલે દાવો કર્યો હતો કે આ લોકો કદાચ સંઘ અથવા ભાજપના સભ્યો હતા.

કોંગ્રેસના સાંસદે કહ્યું કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી ક્રૂર કાર્યવાહી માટે અમિત શાહ સીધા જવાબદાર છે. રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માંગ કરી હતી કે ગૃહમંત્રી અમિત શાહને તેમના પદ પરથી હટાવવા જોઈએ. ગાંધીએ દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે અમિત શાહના કહેવા પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો અને પેલેટ ગન ચલાવી.

આ પણ વાંચો: અમદાવાદમાં 2.6ની તીવ્રતાનો હળવો ભૂકંપ અનુભવાયો, જાનહાનિ નહીં

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે દિલ્હી પોલીસ, CRPF અને RAF બધા ગૃહ મંત્રાલયને રિપોર્ટ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે 25 જુલાઈએ ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો, પરંતુ અમિત શાહ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બીલ પાસ: રાહુલ ગાંધી ઇડીયટ અને અંધભક્ત જેવા શબ્દો બોલતા ભાજપે ધમાલ મચાવી

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પેપર લીક રોકવા માટે લાવવામાં આવેલું એન્ટી પેપર લીક બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. ભારે હોબાળા વચ્ચે બિલને ધ્વનિમતથી મંજૂરી આપવામાં આવી હતી. આ બિલ પર બે દિવસ સુધી લાંબી ચર્ચા ચાલી હતી, જેમાં કુલ લગભગ 10 કલાક સુધી ચર્ચા થઈ હતી.

લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષે પેપર લીક, વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન ઇડીયટ અને અંધભક્ત જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો  જેને લઈને ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર પ્રહાર સાથે કર્યો હતો. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે વિરોધીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવા આદેશ આપ્યો હતો.  જેના પગલે  ગૃહમાં હોબાળો મચી ગયો. જ્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને ગૃહની માફી માંગવા જણાવ્યું હતું. 

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતના કહેવાતા ગૃહમંત્રીમાં અહીં આવીને બેસવાની હિંમત નથી. મેં તેમનો કાફલો જોયો ત્યાં 30 વાહનો હતા. ગૃહમંત્રી ડરી ગયા છે. જેના કારણે તેઓ આજે અહીં નથી આવ્યા. તેમજ યુવાનોને પેલેટ મારવાનો આદેશ આપ્યો હતો.

આ વિવાદ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના નેતાને બિલ પર બોલવા વિનંતી કરી. તેમને વ્યક્તિઓનું નામ લીધા વિના તપાસની ચર્ચા કરવાની સલાહ આપી. રિજિજુએ કહ્યું  અમે શરૂઆતથી જ આ કહી રહ્યા છીએ.ગૃહ પ્રધાનનું નામ લઈને આપેલા નિવેદન માટે તમારે માફી માંગવી જોઈએ.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્રભરના વકીલોની હડતાળ

Next

અમદાવાદમાં 2.6ની તીવ્રતાનો હળવો ભૂકંપ અનુભવાયો, જાનહાનિ નહીં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
રાજ્યસભામાં એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા થાય તે પહેલા વિપક્ષનું વૉકઆઉટ, સત્તાપક્ષનો વળતો પ્રહાર
2 મિનિટutes પહેલા
અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
15 મિનિટutes પહેલા
ગ્લાસગોમાં મુરલી શ્રીશંકરે લોંગ જમ્પમાં જીત્યો સતત બીજો સિલ્વર મેડલ
25 મિનિટutes પહેલા
રાજ્યના સખી મંડળોને આત્મનિર્ભર બનાવી આવકમાં વધારો કરવા ‘માર્કેટિંગ સપોર્ટ યોજના’નો પ્રારંભ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3358 Posts

Related Posts

15 વર્ષના ટાબરીયાએ બાઇકની ચોરી કરી બાદ મહિલાનો સોનાનો ચેન ઝૂંટવ્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આજે નહીં દેખાય આજે તમને તમારો પડછાયો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
જો બાઈડને વ્હાઈટ હાઉસમાં કરી દિવાળીની ઉજવણી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
આંધ્ર પ્રદેશમાં આજે ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના શપથ લેશે, તેમની સાથે 24 મંત્રીઓના પણ શપથ, વડાપ્રધાન મોદી સમારોહમાં હાજરી આપશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર