Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

અમદાવાદના 6 મોટા પ્રોજેક્ટ્સ માટે 2,719 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પર લાગી કેન્દ્ર સરકારની મહોર

Fri, July 17 2026

આ પ્રોજેક્ટ્સ માટે મળશે કેન્દ્રીય સહાય:

અમદાવાદ શહેરના જૂના-જર્જરિત ગટર નેટવર્કનું પૂર્નવસન

ઈન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ

પશ્ચિમ ઝોન માટે ઈન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસેલિટી

ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ

અમદાવાદ શહેરને થનારા લાભ:

અમદાવાદ શહેરના ગટર નેટવર્કના રીહેબીલીટેશનથી ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.

સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર સિસ્ટમનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ અને સ્માર્ટ સંચાલન શક્ય બનશે.

ગટરનાં સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન મળશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સિટિઝન સેન્ટ્રિક, ટેક્નોલોજી બેઈઝ્ડ અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ વધુ મજબૂત બનશે

અર્બન ચેલેન્જ ફંડમાંથી ગુજરાતને 6475 કરોડ સહાય ઉપલબદ્ધ કરાવાઈ

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાવેલા અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ 2719.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજુર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે 852.93 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે 551.35 કરોડ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુર્નવસન માટે 290.24 કરોડ તથા ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે 215 કરોડ અને 125 TPDની ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસીલીટી માટે 479.25 તેમજ ITMS અને AFCS માટે 331.03 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ્સ કાર્યરત થતાં અમદાવાદ શહેરના ગટર નેટવર્કનું રીહેબીલીટેશન કરીને ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. એટલું જ નહિ, સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર સિસ્ટમનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ અને સ્માર્ટ સંચાલન શક્ય બનશે. ઉપરાંત, ગટરનાં સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન મળશે.

ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમના કારણે AMTS, BRTS અને મેટ્રો માટે કોમન મોબિલિટી કાર્ડ અને કોમન જર્ની એપ્લિકેશન મારફતે નાગરિકોને સરળ મુસાફરીની સેવા, જાહેર પરિવહન સંબંધિત સચોટ અને રિયલ-ટાઈમ માહિતી, આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજેન્સ નો ઉપયોગ કરીને રૂટનું કાર્યક્ષમ આયોજન તેમજ આધુનિક ઈન બસ સર્વેલન્સ દ્વારા એન્હાન્સડ ઇન્સીડેંટ મેનેજમેન્ટ સાથે સુરક્ષિત અને સલામત સવારીની સુવિધા મળતી થશે.

આ પણ વાંચો: ‘નમો ગ્રીન રેલ’: 110 Km સ્પીડ, ઝીરો પ્રદૂષણ અને 2600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ટ્રેનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

આ પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદને વધુ સ્માર્ટ, સ્વચ્છ, રિઝિલિયન્ટ અને વૈશ્વિક ધોરણોનું શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થશે. કાર્યક્ષમ, ટકાઉ અને ભવિષ્યલક્ષી શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે તથા નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સિટિઝન સેન્ટ્રિક, ટેક્નોલોજી બેઈઝ્ડ અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટેનું વિઝન અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત મળેલી આ મંજૂરીથી વધુ મજબૂત બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશના શહેરોને માર્કેટ આધારિત ધિરાણ અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે અર્બન ચેલેન્જ ફંડ શરૂ કરવામાં આવેલું છે અને 5 વર્ષ દરમિયાન કુલ 1 લાખ કરોડની કેન્દ્રીય સહાય માર્કેટ લેડ અર્બન ટ્રાન્સફર્મેશન માટે આ ફંડ પૂરી પાડે છે.

આ યોજના અન્વયે ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઓફ સીટીઝ, સીટીઝ એઝ ગ્રોથ હબ અને વોટર એન્ડ સેનિટેશન એમ ત્રણ વર્ટિકલ્સમાં પ્રોજેક્ટના કામો કરી શકાય છે.

ગુજરાતને અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત 6,475 કરોડની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેનાથી રાજ્યના શહેરો દ્વારા કુલ 25 હજાર 900 કરોડની રકમના કામો અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત હાથ ધરી શકાશે.

આ ફંડ અંતર્ગત પ્રોજેક્ટ્સની રકમના 25 ટકા કેન્દ્ર સરકારની સહાય, 25 ટકા રાજ્ય સરકારની સહાય અને બાકીના 50 ટકા મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા PPP દ્વારા ઉપલબ્ધ કરવાની રહે છે.

તદઅનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાને આ 6 પ્રોજેક્ટ્સ માટે 679.95 કરોડની કેન્દ્રીય સહાય તથા 679.95 કરોડની રાજ્ય સરકારની સહાય મળશે બાકીની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોનથી મેળવશે.

Tags:

AhmedabadNewsAhmedabadProjectsCentralGovernmentCityImprovementDevelopmentInitiativesEconomicGrowthGovernmentFundingGrantApprovalIndiaDevelopmentInfrastructureDevelopmentMajorProjectsPublicInvestmentRs2719CroreGrantSmartCityUrbanDevelopment

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા તેજસ્વી ઉમેદવારો માટે રોજગારીના દ્વાર ખુલશે

Next

‘નમો ગ્રીન રેલ’: 110 Km સ્પીડ, ઝીરો પ્રદૂષણ અને 2600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ટ્રેનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
વાંગચુકના કાર્યની પ્રશંસા સાથે અનશન સમાપ્ત કરવા આમિર ખાને કરી અપીલ
1 દિવસ પહેલા
તમન્ના ભાટિયાએ શરૂ કર્યું `રાગિની ૩’ની શૂટિંગ
1 દિવસ પહેલા
એકદંત શરાફી સહકારી મંડળીના સંચાલકોએ વૃદ્ધ દંપતીના 5.12 લાખ હડપ્યા
1 દિવસ પહેલા
‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ નો વૈશ્વિક કાયદો ભારતમાં ક્યારે આવશે?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3279 Posts

Related Posts

ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર: PMJAY માં કોઈ સરકારી અધિકારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પૂર્વ CM ભૂપેશ બઘેલને ત્યાં EDના દરોડા : દારૂ કૌભાંડ અંગે કાર્યવાહી, ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ISROમાંથી પલાયન રોકવા સરકાર એક્શનમાં! ગગનયાનના વૈજ્ઞાનિકોનું રાજીનામું હવે સીધું PMO જશે 
ટૉપ ન્યૂઝ
3 દિવસ પહેલા
બેંગલોર ધડાકા આતંકીઓ ક્યાં રોકાયા હતા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર