Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingઇન્ટરનેશનલબ્રેકિંગ ન્યૂઝ

ઈરાનના 80 લક્ષ્યો પર અમેરિકાના પ્રચંડ હુમલા : ઈરાની ઓઇલ પર ફરી પ્રતિબંધ

Wed, July 8 2026

હોર્મુઝમાં યુદ્ધના વાદળ ઘેરાયા; ખામનેઇની અંતિમ યાત્રા દરમિયાન જ અમેરિકાની કાર્યવાહીથી શાંતિ સમજૂતી ઘોંચમાં

હોર્મુઝ જળમાર્ગમાં વેપારી ઓઈલ ટેન્કરો પર થયેલા હુમલાના જોરદાર જવાબરૂપે અમેરિકાએ ઈરાનના 80થી વધુ લશ્કરી લક્ષ્યો પર પ્રચંડ હવાઈ હુમલા કરતાં ફરી એક વખત બન્ને દેશ સામસામે આવી ગયા છે.ઈરાનના પૂર્વ સર્વોચ્ચ દિવંગત નેતા ખામેનેઇની અંતિમ યાત્રા ચાલુ છે ત્યારે જ થયેલી આ અથડામણને કારણે હોર્મુઝ જળમાર્ગ પરના પરિવહન સામે નવો ખતરો સર્જાતા વિશ્વભરમાં ચિંતાનો માહોલ છવાયો છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ના જણાવ્યા મુજબ આ કાર્યવાહી જૂનના અંતમાં કરાયેલા હુમલાની સરખામણીએ ચારથી પાંચ ગણી વધુ વ્યાપક અને શક્તિશાળી હતી. અમેરિકાનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય વેપારી જહાજો પર સતત હુમલા કરીને ઈરાને વૈશ્વિક દરિયાઈ વેપારને જોખમમાં મૂકતાં કડક જવાબ આપવો જરૂરી બન્યો હતો. સાથે જ અમેરિકાએ ઈરાની તેલ પર આપવામાં આવેલી અસ્થાયી પ્રતિબંધ-મુક્તિ પણ પાછી ખેંચી લીધી છે, જેના કારણે તેહરાન પર આર્થિક દબાણ વધુ વધ્યું છે.

હુમલા બાદ બંદર અબ્બાસ, સિરિક અને કેશ્મ ટાપુ વિસ્તારમાં અનેક વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા હતા. બીજી તરફ, પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામનેઇની અંતિમ યાત્રા દરમિયાન થયેલી આ કાર્યવાહીથી સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અંતિમવિધિના કાર્યક્રમમાંથી તેહરાન પરત ફરી રહ્યા હોવાનું સરકારી મીડિયાએ જણાવ્યું છે.

આ પણ વાંચો: પૂજારીના વેશમાં આવેલા 70 વર્ષીય વૃદ્ધે સગીરા પર આચર્યું દુષ્કર્મ

ઈરાને અમેરિકાની કાર્યવાહીને શાંતિ સમજૂતીનો ખુલ્લો ભંગ ગણાવી કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને તેના ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. પરિણામે તાજેતરમાં શરૂ થયેલી અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા પણ અનિશ્ચિતતામાં મુકાઈ ગઈ છે. વિશ્વના લગભગ પાંચમા ભાગના તેલ અને ગેસના વેપાર માટે અત્યંત મહત્વના હોર્મુઝ જળમાર્ગમાં વધેલા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

અમેરિકાએ શાંતિ સમજૂતીનો ભંગ કર્યો : ઈરાનનો આક્ષેપ

અમેરિકી હુમલા બાદ ઈરાને આરોપ લગાવ્યો કે વોશિંગ્ટને બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. ઈરાની સૈન્યએ અમેરિકી કાર્યવાહીને “ખુલ્લી આક્રમકતા” ગણાવી ચેતવણી આપી કે તેનો કડક અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકાએ પોતાની પ્રતિબદ્ધતાનો ભંગ કર્યો હોવાથી તેના તમામ પરિણામોની જવાબદારી હવે અમેરિકાની રહેશે. ઈરાને ફરી સ્પષ્ટ કર્યું કે હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા અને સંચાલન અંગે કોઈ બાહ્ય દખલગીરી સ્વીકારવામાં આવશે નહીં.

પાંચ ગણા વધુ પ્રચંડ હુમલા’ 80થી વધુ લશ્કરી ઠેકાણા ધ્વસ્ત

અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઓપરેશન અગાઉના પ્રતિહુમલાની સરખામણીએ ચારથી પાંચ ગણી વધુ તાકાત અને વ્યાપ ધરાવતું હતું. કુલ 80થી વધુ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, કમાન્ડ સેન્ટરો, કોસ્ટલ રડાર, એન્ટી-શિપ મિસાઈલ મથકો, ડ્રોન લોન્ચ સાઇટો અને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની 60થી વધુ ઝડપી બોટોનો સમાવેશ થાય છે.  આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાનની હોર્મુઝ જળમાર્ગમાં હુમલા કરવાની ક્ષમતા ખોરવી આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોવાનો અમેરિકાએ દાવો કર્યો હતો.

Tags:

ConflictAnalysisEconomicSanctionsEnergyCrisisGeopoliticsGlobalOilMarketInternationalRelationsiranIranianTargetsIranUSRelationsMiddleEastConflictMilitaryStrategyOilBanPoliticalNewsUSMilitaryUSTactics

Share Article

Other Articles

Previous

પોલીસ દળમાં નવ નિયુક્ત 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત

Next

પૂજારીના વેશમાં આવેલા 70 વર્ષીય વૃદ્ધે સગીરા પર આચર્યું દુષ્કર્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’
31 મિનિટutes પહેલા
મધુબન ડેમના 8 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક છોડાયું, દમણગંગા બે કાંઠે, વાપી-દમણ એલર્ટ
39 મિનિટutes પહેલા
24 કલાકમાં 15 ઈંચ વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું, અંબિકા-પૂર્ણા બે કાંઠે, લોકોનું રાત રેસ્ક્યુ
51 મિનિટutes પહેલા
વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન
1 કલાક પહેલા
Categories

નેશનલ

3236 Posts

Related Posts

કુરાન સળગાવનાર સલવાન મોમિકાની હત્યા : ટિકટોક પર લાઇવ સેશન દરમિયાન હુમલાખોરોએ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ નાણામંત્રી નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા: થોડીવારમાં દેશનું બજેટ રજૂ કરશે
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
પાકિસ્તાનમાં માનવ અધિકાર ઉલ્લંઘનના મામલાઓની ભરમાર છે, અમને લેક્ચર દેવાનીજરૂર નથી : સંયુક્ત રાષ્ટ્રમાં પાકની ભારતે કરી ધોલાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ટક્કર
સ્પોર્ટ્સ
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર