શું ઝુપડપટ્ટી ડિમોલિશનનો મુદ્દો બાઇડેને ઉઠાવ્યો હતો?
વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ સવાલ કર્યો
જી20 સમિટ સમયે દિલ્લીમાં મોટી સંખ્યામાં તોડી પાડવામાં આવેલી ઝુપડપટ્ટીઓનો મુદ્દો છેક વ્હાઇટ હાઉસમાં ગાજ્યો હતો. પત્રકારોએ એવો સવાલ પૂછ્યો હતો કે બાયડેને મોદી સાથેની મંત્રણા દરમિયાન આ મુદ્દે કોઈ ચર્ચા કરી હતી કે કેમ?
આ સવાલનો હા કે ના માં જવાબ દેવાને બદલે અમેરિકાના પ્રિન્સિપલ ડેપ્યુટી નેશનલ એડવાઈઝર જ્હોન ફીનરે કહ્યું હતું કે વિશ્વના દરેક દેશ સાથેના અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં લોકશાહી શાસનની સ્થિતિ એ મુખ્ય પાસું છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે દિલ્હીમાં તંત્ર દ્વારા રાતોરાત ઝુપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવી દેવાતા સેંકડો લોકો બેઘર બની ગયા હતા. ભારતીય મીડિયામાં એ સમાચારો પ્રગટ નહોતા થયા પરંતુ વિદેશી મીડિયામાં તેને ખાસ્સું સ્થાન મળ્યું હતું અને સરકારની ટીકા કરવામાં આવી હતી.
