Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક

Fri, April 10 2026

હત્યાના પ્રયાસ, મારામારી, દારૂ સહિતના ૨૩ ગુનાઓ કરનારી કુખ્યાત ઇમલા ગેંગના આઠ શખસો કાયદાના સકંજામાં: એકસાથે બે-બે ગેંગને પાંજરે પુરતી રાજકોટ રૂરલ પોલીસ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચોરી, ઘરફોડી સહિતના ૪૭ ગુનાઓ આચરીને છેલ્લા દસ વર્ષથી ઉત્પાત મચાવતી ગોંડલની કુખ્યાત કાળિયો ગેંગ તેમજ ખૂની હુમલા, મારામારી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન સહિતના ૨૩ ગુનાઓ આચરનારી બીજી ગોંડલની જ ઈમલા ગેંગની સામે રાજકોટ રૂરલ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી છે. ગોંડલની બે-બે ગેંગ સામે ગુજસીટોક થતાં આવી અન્ય સંગઠિત ગુનાખોરી આચરતી ગેંગોમાં પણ ફફડાટ ફેલાયો છે.
ગોંડલના વાસાવડ ગામના વતની અને ગોંડલમાં આશાપુરા ચોકડી પાસે નદી નજીક રહેતા રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળિયો ધીરૂભાઈ સોલંકી ચારોલિયાએ ત્રણ ભાઈઓ વિક્રમ ઉર્ફે વિકુ ઉર્ફે વિજય, દેવચંદ, નારણ ઉર્ફે નરેશ તેમજ અન્ય સાગરિતો શિવરાજગઢના જીતેશ ઉર્ફે કટ્ટી ઉર્ફે જીતો નવલભાઈ ઉર્ફે મુનીભાઈ વાઘેલા, ઈનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઈ, પ્રકાશ ઉર્ફે પકો સવજી ઉર્ફે સવાભાઈ વાઘેલા, સાગર, જેતપુરના ગરનાળાના અશોક ઉર્ફે બાવભાઈ ચારોલિયા તેમજ વિજય ઉર્ફે વિજુ ઉર્ફે વિજલો અમરશી ચારોલા નામના ૯ શખસોની ગેંગ બનાવી હતી અને મિલકત તથા શરીર સંબંધી ગુનાઓ આચરતા હતા. કાળિયો ગેંગ તરીકે કુખ્યાત બની હતી. કાળિયો ગેંગ દ્વારા રાજકોટ શહેર, ગ્રામ્ય, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર તથા બોટાદ જિલ્લામાં અલગ-અલગ સ્થળે બંધ મિલકતોને નિશાન બનાવીને ચોરી કરતા હતા. આ ઉપરાંત મારામારી, ખૂન સહિતના મળી ગેંગ સામે ૪૭ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જેમાં કાળિયા સામે ૨૯, વિક્રમ ઉર્ફે વિકુ ૩૦, દેવચંદ સામે ૯, નારણ ઉર્ફે નરેશ સામે ૬, જીતેશ સામે ૧૨, ઈનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી ૪, પ્રકાશ ઉર્ફે પકો સામે ૧૨, સાગર સામે ૫, વિજય ઉર્ફે વિજુ સામે ૧૯ ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટ રૂરલ એલસીબીની ટીમ દ્વારા આ ગેંગ સામે ગુજસીટોક લગાવી સુત્રધાર રાહુલ ઉર્ફે કાળિયો સહિત છની ધરપકડ કરાઈ છે. વિજય ઉર્ફે વિજુ જેલમાં હોવાથી તેનો કબજો મેળવવા અને અન્ય બે શખસો ઈનેશ ઉર્ફ યુનુસ તથા વિક્રમ ઉર્ફે વિકુની શોધખોળ આદરી છે.
ગોંડલની અન્ય એક આઠ શખસોની ઈમલા ગેંગને પણ ગુજસીટોક હેઠળ કાયદાનો ગાળિયો નખાયો છે. ઈમરાન ઉર્ફે ઈમલો હસનભાઈ ઉર્ફે જમાલભાઈ કટારિયા (રહે.ચિશ્તીયા મંદિર પાસે, વોરા કોટડા રોડ) તેમજ તેના ભાઈ ઈરફાન ઉર્ફે ઈકુ અન્યો હુશેન ઉર્ફે ભોલિયો દિલાવર મકરાણી, શકીલ હસન ઉર્ફે જમાલભાઈ કટારિયા, હસન ઈસ્માઈલભાઈ, સરફરાજ ઉર્ફે નોડી હુશેન શેખ, નવાજ ઉર્ફે બાંબુટ દિલાવર પઠાણ, શાહરૂખ ઈબ્રાહીમ માંડલિયા મળી આઠ શખસો સામે ગુજસીટોક લગાવાઈ છે. ઈરફાન ઉર્ફે ઈકુ સામે ૧૭ ગુના, ઈમરાન ઉર્ફે ઈમલો સામે ૨૦ ગુના, હુશેન ઉર્ફે ભોલિયો સામે ૯, શકીલ સામે બે, હસન સામે ત્રણ, સરફરાજ સામે ૨, નવાજ ઉર્ફે બાંબુટ સામે ૧, શાહરૂખ સામે ૧ ગુનો નોંધાયેલો છે. ખૂનની કોશિષ, મારામારી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન સહિતના ૨૩ ગુનાઓ આચરનારી ઈમલો ગેંગ સામે પણ ગુજસીટોક લગાવી છ શખસોને પકડી લેવાયા છે. થોડા દિવસ પૂર્વે જ સુલતાનપુરમાં થાર કાર સાથે જઈ ચડી મારામારી કરાઈ હતી. ગોંડલની ઘરફોડ કાળિયો ગેંગ તેમજ હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ આચરનારી ઈમલા ગેંગ સામે રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા તથા ટીમે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલા તથા જસદણ ડીવાયએસપી નવીન ચક્રવર્તીની રાહબરી હેઠળ બન્ને ગેંગ સામે કાર્યવાહી તપાસ ચલાવાઈ રહી છે.

Share Article

Other Articles

Previous

અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં

Next

રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
2 કલાક પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
2 કલાક પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
2 કલાક પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

લોકતંત્ર ખતરામાં છે ?? વિદેશમંત્રી એસ. જયશંકરને જર્મનીમાં આ પ્રશ્ન પૂછવામાં આવતા આપ્યો યાદગાર જવાબ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરમાં બળી ગયેલી ચલણી નોટોની સુપ્રીમ કોર્ટે જ તસવીરો અને વિડિયો જાહેર કર્યા
Breaking
1 વર્ષ પહેલા
નીટ પેપર લીક કાંડ: CBIએ કર્યો મોટો ધડાકો, એક પેપર 60 લાખ રૂપિયામાં વેચાયુ, અનેક વિદ્યાર્થીઓએ ખરીદ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં છ સ્થળે શ્રાવણીયો જુગાર રમતા 40 પકડાયા
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર