આજે થાલા વગર ચેન્નાઈના ‘કિંગ્સ’ની ટક્કર રાજસ્થાનના ‘રોયલ્સ’સામે થશે: સેમસન-જાડેજા પોતાની નવી ઇનિંગનો પ્રારંભ જૂની ટીમ સામે જ કરશે
આજે સોમવારે આઇપીએલમાં ચેન્નાઇ સુપરકિંગ્સની ટકકર રાજસ્થાન રોયલ્સ સામે ગૌહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ પર થશે. આ મેચથી સંજુ સેમસન અને રવીન્દ્ર જાડેજા પોતાની નવી ઇનિંગનો પ્રારંભ જૂની ટીમ સામેથી જ કરશે. ગત સીઝનમાં રવિન્દ્ર ચેન્નાઇ વતી તો સંજુ સેમસન રાજસ્થાન વતી રમ્યા હતાં.જો કે પાછલી સિઝન બન્ને ટીમ માટે ખરાબ રહી હતી. ચેન્નાઇ પોઇન્ટ ટેબલમાં દસમા અને રાજસ્થાન નવમા ક્રમે રહ્યું હતું.
ચેન્નાઈને સૌથી મોટો ફટકો ધોનીના રૂપમાં લાગ્યો છે જે બે સપ્તાહ સુધી રમી શકશે નહીં. આ મેચ સાંજે 7.30થી શરૂ થશે. આ મેચનું બીજું મોટું આકર્ષણ પંદર વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ રહેશે જે અત્યારે ગજબ ફોર્મમાં રમી રહ્યો છે.
ચેન્નાઇ સુપરકિંગ્સ
એમ.એસ.ધોની, સંજુ સેમસન, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, ઉર્વીલ પટેલ, શિવમ દુબે, રામકૃષ્ણ ઘોષ, ખલીલ અહેમદ, મુકેશ ચૌધરી, નાથન એલિસ, અંશુલ કંબોજ, જેમી ઓવરટોન, ગુરજપપનીત સિંહ, નૂર અહમદ, શ્રેયસ ગોપાલ, કાર્તિક ગોપાલ, અકિલ હુસેન, પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, અમન ખાન, સરફરાઝ ખાન, મેટ હેનરી, રાહુલ ચાહર, જેક ફોક્સ.
રાજસ્થાન રોયલ્સ
રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, રવિ સિંહ, અમન પેરાલા, શિમરોન હેટમાયર, શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા, સેમ કુરન, એડમ મિલ્ને, બ્રિજેશ શર્મા, જોફ્રા આર્ચર, કુલદીપ સેન, કવેના મફાકા રવિ બિશ્નોઈ, નન્દ્રે બર્ગર, સંદીપ શર્મા.
CSKને મોટો ફટકો: ધોની બાદ હવે સ્ટાર બેટર ડેવાલ્ડ બ્રેવિસ પણ ટીમની બહાર
IPL 2026ની શરૂઆત પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની મુશ્કેલીઓ વધી રહી છે. MS ધોની ઇજાને કારણે શરૂઆતની મેચો ગુમાવશે તેવી ખબર બાદ હવે આક્રમક બેટર ડેવાલ્ડ બ્રેવિસ પણ ‘સાઇડ સ્ટ્રેન’ ઇજાને કારણે રાજસ્થાન રોયલ્સ સામેની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે આ વાતની પુષ્ટિ કરી છે. નાથન એલિસ પહેલેથી જ ટુર્નામેન્ટમાંથી બહાર છે, ત્યારે બ્રેવિસની ગેરહાજરીથી ટીમના મિડલ ઓર્ડરમાં મોટી ખોટ પડશે.
