એક સાચો પત્રકાર સવારે ફિલ્ડમાં નીકળે એટલે લોકોને સ્પર્શતા સમાચાર ક્યાંથી અને કેવી રીતે
મળશે તેની ચિંતા કરે છે જ્યારેે કલમ નહીં નોટઘસિયા કથિત પત્રકારો `તોડ’નું જ સરનામું ગોતે છે!
વોઇસ ઓફ ડે'ના એક બાદ એકધારદાર’અહેવાલ બાદ ચાર મહિનામાં બોગસ પત્રકારો વિરુદ્ધ ત્રીજી ફરિયાદ: ઝુંબેશ રંગ લાવી
બ્લેકમેઇલિંગનો ભોગ બનેલા ડૉક્ટરે વોઇસ ઓફ ડે'નો સંપર્ક કરતાં આવા તત્ત્વોને એક રૂપિયો ન ચૂકવવા સાથે સાથે પૂરેપૂરાસાથ’નો અપાયો હતો વિશ્વાસ
પોલીસ હોય કે ડૉક્ટર, બિલ્ડર હોય કે વેપારી આવા કલમના આતંકીઓનો ભોગ બન્યા હશે, બન્યા હશે અને બન્યા જ હશે! કથિત પત્રકારો ક્યારેય કોઇને બ્લેકમેઈલિંગ કરવાની હિંમત જ ન કરે તેવી આકરી કાર્યવાહી થાય તો જ આ સડો દૂર થઇ શકે ડૉક્ટરને બ્લેકમેઇલ કરી ૮ બોગસ પત્રકારે માંગી ૨૫ લાખની ખંડણી!
કહેવાતા દરેક અખબારે ડૉક્ટરને બદનામ કરતા અહેવાલ તૈયાર કરી વાયરલ કર્યા એક યુવતીની પણ ખૂલી સંડોવણી
રાજકોટના કાલાવડ રોડ પર રહેતા અને એક પોશ વિસ્તારમાં ૨૫ વર્ષથી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરની અંગત પળનો વીડિયો મેળવી લઈ આઠ બોગસ પત્રકારે ૨૫ લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતાં પત્રકાર આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે એક ડૉક્ટર, આઠ બોગસ પત્રકાર અને એક પત્રકારના બે મળતિયા સહિત કુલ ૧૨ લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ આદરી છે.આ અંગે ડૉક્ટરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે પાંચેક વર્ષ પહેલાં સાધુ વાસવાણી રોડ ઉપર બીજી ક્લિનિક શરૂ કરી હતી જ્યાં એક મહિલા ડૉક્ટરને રાખ્યા હતા. આ ડૉક્ટર દ્વારા જ ક્લિનિકનું સંચાલન કરવામાં આવતું હતું અને દર્દીનો ફોન આવે તો જ ડૉક્ટરે ત્યાં જવાનું થતું હતું.
ડૉક્ટરની અંગત પળનો વીડિયો એક ડૉક્ટરે જ હિડન કેમેરાથી મેળવી લઇ પત્રકારોને આપ્યા બાદ શરૂ થયો `ખેલ’
સત્યની ગર્જના, ભારત હેડલાઇન્સ, ઇ-૧ ન્યૂઝ, રાજકોટ હેડલાઇન્સ, ભારત ટાઇમ્સના `તોડબાજ’ પત્રકારોનું કારસ્તાન
સત્યની ગર્જના, ભારત હેડલાઇન્સ, ઇ-૧ ન્યૂઝ, રાજકોટ હેડલાઇન્સ, ભારત ટાઇમ્સના `તોડબાજ’ પત્રકારોનું કારસ્તાન
ક્યા પત્રકાર ખંડણીના `ખેલ’માં સામેલ? હિરેન ભીખુભાઈ મકવાણા (સત્યની ગર્જના ન્યૂઝ) જગદીશ તેરૈયા (રાજકોટ હેડલાઈન્સ) જીગર સોઢા (ભારત ટાઈમ્સ) ઘનશ્યામ પટેલ (ભારત ટાઈમ્સ) જતીન નથવાણી (ભારત ટાઈમ્સ) જતીન નથવાણીની પત્ની સ્વાતિ નથવાણી અમિત ઠક્કર (ભારત હેડલાઈન્સ) ભરત (બી-૧ ન્યૂઝ)
