રાજકોટમાં બે સ્થળે ફ્લેટમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત 15 પકડાયા
માધાપર ચોકડી પાસે આવેલા ધ સ્પેગસ અને સર્વેશ્વર ચોક મંગલજ્યોડત એપાર્ટમેન્ટતમાં દરોડો
રાજકોટમાં બે સ્થળે પોલીસે જુગારના દરોડા પડ્યા હતા જેમાં ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી પાસે આવેલા ધ સ્પેઅસ એપાર્ટમેન્ટામાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત 8 શખ્સોને રૂ.1 લાખના મુદ્દમાલ સાથે જ્યારે એ-ડિવિઝન પોલીસે સર્વેશ્વર ચોક મંગલજ્યોવત એપાર્ટમેન્ટતમાં જુગાર રમતા જમીન-મકાનના ધંધાર્થી સહિત 7 શખ્સોની ધરપકડ કરી હતી.
માધાપર ચોકડી પાસે આવેલા ધ સ્પેરસ એપાર્ટમેન્ટીમાં ડી વિંગ ૨૦૨માં રહેતા સંજય ભીખાભાઇ લાડવાના ફ્લેટમાં ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જુગાર રમતા સંજય સાથે તેની બહેન અસ્મીેતાબેન ભીખાભાઇ લાડવા, આનંદ બંગલા સીટી એમ્પાવયર-૭૦૨ નવલનગર-૩ નરેન્દ્ર મોહનભાઇ સંપત, ધ સ્પેીસ બી-વિંગ ૬૦૪માં રહેતા મેહુલ અમુભાઇ મોઢીયા (ઉ.૪૨), આનંદ બંગલા ચોક શિવાની હોસ્પિેટલ સામે ભુમિ એપાર્ટમેન્ટા-૩૦૨માં રહેતા મનસુખ કેશુભાઇ ગજ્જર, આનંદ બંગલા સીટી એમ્પાોયરમાં રહેતા રીટાબેન નરેન્દ્રવ ભાઇ સંપત, ધ સ્પેુસ સી-વીંગ ૪૦૩માં રહેતી વર્ષાબેન બિપીન દઢાણીયા (ઉ.૪૭)તથા સુખદેવજી ટાઉનશીપ સી-૩૦૮માં રહેતા મનિષ વિઠ્ઠલભાઇ પ્રજપાતિ (ઉ.૩૨)ની ધરપકડ કરી રૂા. ૬૩૬૯૦ની રોકડ કુલ રૂા. ૧,૦૨,૬૯૦નો મુદ્દામાલ કબ્જેર કર્યો હતો.
બીજા દરોડામાં એ-ડિવિઝન પોલીસે સર્વેશ્વર ચોક મંગલજ્યો૦ત એપાર્ટમેન્ટગમાંબીજામાળે જમીન મકાનના ધંધાર્થી મયુર મહેતા ફલેટ નં. ૧૦૫માં દરોડો પાડી જુગાર રમતા મયુર ભગવાનજી મહેતા સાથે પુત્ર વેપારી હર્ષ મયુરભાઇમહેતા (ઉ.૨૩) બજરંગવાડી-૮માં રહેતા અશ્વિન ચીમનભાઇ અઢીયા, કોલેજવાડી-૪, સ્વષર્ણમ એપાર્ટમેન્ટીમાં રહેતા વેપારી વિમલ કિશોરભાઇ પારેખ,જમીન મકાનના ધંધાર્થી શિતલ પાર્ક-૪માં રહેતા જયસુખ મગનભાઇ પરમાર, જમીન મકાનના ધંધાર્થી અમીન માર્ગ સૂર્યોદય સોસાયટીમાં રહેતા જયવીર રાજેન્દ્રકભાઇ ભટ્ટીઅને વેપારી સન સીટી એપાર્ટમેન્ટેમાં રહેતા અલ્પેરશ ગુણવંતરાય મેઘાણીની રૂા.૧૭૪૦૦ રોકડ સાથે ધરપકડ કરી હતી.