ગોંડલની સરકારી એમ્બયુલન્સના ડ્રાઈવરે દર્દીનો જીવ જોખમમાં મુક્યો જુઓ વિડિઓ..
ગોંડલમાં રહેતા સરકારીએમ્બયુલન્સના ચાલકે બેદરકારી થી એમ્બયુલન્સ ચલાવી દર્દીને રાજકોટ હોસ્પિટલે લઈ જતી વખતે રીલ્સ બનાવી હોય જે સોશીયલ મીડીયામાં વાયરલ થતાં સરકારી એમ્બયુલન્સના ડ્રાઇવરે સામે પોલીસ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સોશીયલ મીડીયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા લોકકો અવનવા અખતરા કરે છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડીયો વાઇરલ થયો હતો જેમાં સરકારી એમ્બયુલસન્સ ના ડ્રાઇવર એ બેફામ અને બેદરકારી રીતે માણસ ની જીંદગી જોખમાય તે રીતે ડ્રાઇવીંગ કરી રીલ્સ બનાવી સોસીયલ મીડીયા માં વીડીયો વાયરલ કર્યો હતો. જે બાબતે ગોંડલ બી-ડિવિઝન પોલીસે એમ્બયુલન્સ ના ડ્રાઇવર ભગવતપરા શેરી નંબર ૧૮/૨૯ ચબુતરા ની પાસે ગોંડલ રહેતા પિયુષભાઇ પ્રવિણભાઇ મુછડીયાની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ વીડીયો આશરે પંદરેક દીવસ પહેલાનો હોવાનું અને ગોડલ સરકારી હોસ્પીટલ થી દર્દીને લઇને તેઓને રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જતો હોય તે વખતે જી.જે.૧૮ જી.બી.૫૧૪૨ વાળી એમ્બ્યુલન્સ ફુલ સ્પીડમાં ચલાવતો હોય તે વખતે બાજુની શીટ માં બેસેલ રાજકોટના શ્યામ ઉર્ફે કાનાભાઇ ગોરધનભાઇ નૈનાએ વીડીયો બનાવી પોતે સોશીયલ મીડીયા માં સ્ટેટશ માં રાખ્યું હતું. પી. આઇ જે.પી.ગૌસાઇ સાથે પીએસઆઇ જે.એલ.ઝાલા અને સ્ટાફે કામગીરી કરી હતી.