આવતીકાલે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ: બ્લડ મુન દેખાશે, જાણો ગુજરાતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ
હોળીના તહેવારના દિવસે જ વર્ષનું પહેલું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ છે. 3 માર્ચે ચંદ્રગ્રહણ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ બરાબર 9 કલાક પહેલા શરૂ થાય છે, એટલે સવારે 6:20 વાગ્યે શરૂ થશે. ગ્રહણ ત્રીજી માર્ચના લાગશે અને એટલે જ બીજી માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવશે. આ સાથે જ હોળાષ્ટક પણ સમાપ્ત થશે. આ એક પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે, જે દુનિયાના વિવિધ દેશોમાં જોવા મળશે.
આ ગ્રહણ બ્લડ મૂન તરીકે જોવા મળશે, જ્યારે ચંદ્રમાં સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં આવી જાય છે અને એ સમયે સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર સુધી પહોંચશે જેને કારણે ચંદ્ર લાલ કે તાંબા જેવો દેખાય છે. ગ્રહણ પ્રારંભ ચંદ્રોદય સાથે જ એટલે કે સાંજે 6.16 કલાકે દેખાશે અને ગ્રહણ સાંજે 6.46 કલાકે પૂરું થશે. આમ આ ચંદ્ર ગ્રહણની અવધિ 30 મિનિટ 09 સેકન્ડની હશે.
સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ આ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ ગ્રહણની વિશેષતા એ છે કે ભારતના અલગ-અલગ ભાગોમાં તે ખગ્રાસ, ખંડગ્રાસ અને ગ્રસ્તોદિત એમ ત્રણ સ્વરૂપે નિહાળવા મળશે.કેટલાક શહેરોમાં આ ગ્રહણ મિનિટો માટે દેખાશે. આમ દેશના વિવિધ ભાગોમાં ભલે ચંદ્ર ગ્રહણની અવધિમાં તફાવત જોવા મળશે.
ગુજરાતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છાયા ગ્રહણ જોવા મળશેઅમદાવાદ અને ગાંધીનગરમાં ચંદ્રગ્રહણનું અંતિમ ચરણ ચંદ્ર ઉદય (સાંજે 6:44 વાગ્યે) પછી માત્ર 4 મિનિટ માટે જોવા મળશે. ગ્રહણનું સમાપન સાંજે 6:48 વાગ્યે થશે, જે ચંદ્ર ઉદયના તરત જ બાદ જોવા મળશે. વડોદરામાં ચંદ્ર ઉદય સાંજે 6:42 વાગ્યે થશે, અને ગ્રહણનું અંતિમ ચરણ સાંજે 6:48 વાગ્યે પૂર્ણ થશે. આથી, વડોદરાના લોકોને 6 મિનિટ માટે ગ્રહણનો અંતિમ ભાગ જોવા મળશે. દ્વારકા અને રાજકોટમાં આ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે નહીં. દ્વારકામાં ચંદ્રનો ઉદય સાંજે 6:59 વાગ્યે અને રાજકોટમાં સાંજે 6:52 વાગ્યે થશે, જ્યારે ગ્રહણનો અંતિમ તબક્કો સાંજે 6:48 વાગ્યે સમાપ્ત થઈ જશે. આનો અર્થ એ થયો કે આ શહેરોમાં ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી ચંદ્રનો ઉદય થશે, જેના કારણે ગ્રહણનો કોઈ ભાગ જોઇ શકાશે નહીં.
