Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઓપરેશન મૂલ હંટ: રાજકોટ-ગોંડલ ગેંગનું સાયબર ફ્રોડ 1500 કરોડે પહોંચ્યું: તેલંગણા કનેક્શનનો ઘટસ્ફોટ, સુત્રધાર શખસ સહિત વધુ 3ની ધરપકડ

Thu, February 26 2026

ઓપરેશન મૂલ હંટ થકી રાજકોટ રૂરલ પોલીસને મળેલી ટીપ્સ આધારે દસ દિવસ પૂર્વે રાજકોટ અને ગોંડલની ગેંગને પકડીને 400 કરોડના ઓનલાઈન ફ્રોડના કરેલા પર્દાફાશમાં ચાલી રહેલી ઉંડાણભરી તપાસમાં ફ્રોડનો આંક 1500 કરોડે પહોંચ્યો છે. પોલીસે રેકેટના મૂળ તાર તેલંગાણામાં નીકળ્યા હોવાથી સૂત્રધાર તેલંગાણાના જગતિયાલના આદીલુદ્દીન મહંમદ મુનીરૂદ્દીન મહંમદ તેમજ અન્ય બે શખ્સો રાજકોટના મિહિર રામજીભાઈ રંગાણી તથા હિરેન અશ્વિનભાઈ લીંબાસિયાની ધરપકડ કરી છે. તપાસમાં મિહિર અને મનિષ હસ્તકના તમામ બેન્ક એકાઉન્ટ્સમાં નાણાંની હેરફેર હિરેન લીંબાસિયાની વચેટિયાની ભૂમિકા રહી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ્યોત ટ્રેડિંગ કંપનીના બેન્ક એકાઉન્ટમાં કરોડોના વ્યવહારો થયાની મૂલ હંટ ઓપરેશન હેઠળ સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગર તરફથી રાજકોટ રૂરલ પોલીસને માહિતી અપાઈ હતી જેથી રૂરલ પોલીસ દ્વારા ગોંડલના રેવાણીનગરમાં રહેતા જય મનસુખભાઈ નાદપરા (ઉ.વ. 25)ની ધરપકડ કરાઈ હતી. જય કમિશન નામે અલગ-અલગ એકાઉન્ટ્સમાં લાખો-કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. તપાસમાં માર્કેટ યાર્ડના કમિશન પેઢીઓના બેન્ડ એકાઉન્ટ્સ ખોલાવીને આર્થિક મોટું રેકેટ ચલાવાતું હતું.

આ પણ વાંચો:જંગલેશ્વરમાં 1 સપ્તાહ સુધી કાટમાળ જ ખસેડાશે ત્યારપછી નીકળશે રોડનું ‘મુહૂર્ત’: બાપુનગરથી નાડોદાનગર સુધીનો સવા 2 કિમી.નો રસ્તો કરાશે 50 ફૂટ પહોળો

આરોપી મનિષ કામાણી દ્વારા ભવ્યા તેમજ સુરેશ્વર આશરા એન્ટરપ્રાઈઝમાં ચાર ખાતામાં 539 કરોડ, જય નાદપરાની ઓમ ટ્રેડિંગ, જ્યોત એન્ટરપ્રાઈઝ તથા અન્ય પેઢીમાં બે ખાતામાં 383 કરોડ, મિહિર રંગાણીની લોરેલ એગ્રી એક્સપોર્ટ તથા અન્યમાં મળી બે એકાઉન્ટમાં 87 કરોડ, લાલો ઉર્ફે યાર્નિક ઝાલાવડિયાની મા આશાપુરા એન્ટરપ્રાઈઝ, એસ.બી. એન્ટરપ્રાઈઝમાં 493 કરોડ, તેલંગાણાના મોહંમદ આદીલુદ્દીન અલમુનીર, અલકાઝિલ તથા અન્ય પાંચમાં કરોડો મળી 1500 કરોડ જેવી રકમની હેરેફેર/વીડ્રો થયા હતા.

સૂત્રધાર તેલંગાણાના શખ્સ સહિત વધુ ત્રણની ધરપકડ કરતી રાજકોટ રૂરલ પોલીસ: ઓપરેશન મૂલ હંટ દ્વારા ખૂલ્યું હતું કરોડોનું રેકેટ આ ઉપરાંત રૂપિત રૈયાણી, પ્રવિણસિંહ પરમાર, મયુરસિંહ વાઘેલા, મહેશસિંહ જાડેજા, હિરેન લીંબાસિયા દ્વારા નાણાકીય હેરફેર કરાઈ હોવાનું ખુલ્યું છે. રૂરલ પોલીસે વધુ ત્રણ આરોપી તેલંગાણાના જગતિયાલના ચોથાકુંટામાં રહેતા આદીલુદ્દીન મહંમદ મુનીરૂદ્દીન મહંમદ, રાજકોટમાં કુવાડવા રોડ જયગુરુદેવ વોર્ડ-1 શેરી નં. 2માં રહેતા મિહિર રામજીભાઈ રંગાણી તેમજ નાનામવા રોડ પર તિરૂપતિ પાર્કમાં રહેતા હિરેન અશ્વિનભાઈ લીંબાસિયાની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં અગાઉ છ આરોપીની ધરપકડ થઈ હતી. વધુ ત્રણની ધરપકડ થતા આંક નવ પર પહોંચ્યો છે. તપાસમાં હજુ વધુ ધરપકડોની સંભાવના છે.

15 બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ, 180 જેટલી ઓનલાઈન ફરિયાદ આવી

એપીએમસીના જીન્સની લે-વેચ કમિશન પેઢીઓ ખોલીને ચાલતા કરોડોની લેવડ-દેવડના રેકેટમાં 15 બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ થયો હતો જેમાં ફ્રોડ સંદર્ભે સાયબર ક્રાઈમ પોર્ટલ 1930 પર 180 ફરિયાદો થઈ હતી, જે પૈકી 21 ફરિયાદો ગુજરાતની અને 159 ફરિયાદો અન્ય રાજ્યોની હતી. ગુજરાતની 21 ફરિયાદોમાં 2,94,14,289 રૂપિયા તેમજ અન્ય રાજ્યોની 159 ફરિયાદોમાં 20,20,52,322 રૂપિયાની સાયબર પોર્ટલ પર રિપોર્ટિંગ થયેલા 1500 કરોડના ટ્રાન્ઝેક્શનોમાં 23.14 કરોડનો કમિશન નામે સાયબર ફ્રોડ થયાની માહિતી રાજકોટ રૂરલ પોલીસ દ્વારા અપાઈ છે.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાને રચ્યો ઇતિહાસ: નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ,વિશ્વના એક માત્ર નેતા, ટોચના નેતાઓને પાછળ છોડી દીધા

Next

જંગલેશ્વરમાં 1 સપ્તાહ સુધી કાટમાળ જ ખસેડાશે ત્યારપછી નીકળશે રોડનું ‘મુહૂર્ત’: બાપુનગરથી નાડોદાનગર સુધીનો સવા 2 કિમી.નો રસ્તો કરાશે 50 ફૂટ પહોળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
VIROSH wedding: તેલૂગુ રીતિ-રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાયા રશ્મિકા-વિજય,વરમાળા વખતે કપલ થયું ઈમોશનલ
34 મિનિટutes પહેલા
T-20 વર્લ્ડકપનો સેમિ ફાઈનલ-ફાઈનલ ક્યાં રમાશે તે નક્કી નથી, તે પહેલાં ટિકિટનું વેચાણ શરૂ! ક્રિકેટરસિકો પણ મુંઝાયા
52 મિનિટutes પહેલા
ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા  વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું
1 કલાક પહેલા
NCERTના પુસ્તક ઉપર પ્રતિબંધ: સુપ્રીમ કોર્ટે અપનાવ્યું અત્યંત આક્રમક વલણ, કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી કહ્યું-જવાબદારી નક્કી કરો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2934 Posts

Related Posts

અમરીકા સામે શું આવ્યો છે નવો પડકાર ? શું થયું છે ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ભાવનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના : સિમેન્ટ ભરેલી ટ્રક પલટી જતાં બે મજૂરો દબાયા, ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચુંટણી પહેલા ઈન્ડિયા ગઠબંધનની કેવી દુર્દશા થઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આંદોલનના 200 દિવસ પુરા : શંભુ બોર્ડર પર મોટાપાયે વિરોધ પ્રદર્શનની ખેડૂતોની તૈયારી, વિનેશ ફોગાટ પણ જોડાશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર