‘ધ કેરળ સ્ટોરી 2’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર: બોલ્ડ-રેપ અને કિસીંગ સીનમાં 50 ટકાનો ઘટાડો, જાણો શું ફેરફાર કરવામાં આવ્યા
ફિલ્મ The Kerala Story 2: Goes Beyond તેના વિવાદાસ્પદ ક્નટેન્ટને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીને શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થવાની છે. રિલીઝ પહેલાં Central Board of Film Certification (CBFC) એ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે, પરંતુ સાથે કુલ 16 ફેરફાર અથવા કટ લગાવવાનો આદેશ આપ્યો છે. CBFC એ “ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ” ના નિર્માતાઓને ફિલ્મમાં આશરે 16 કટ અથવા ફેરફાર કરવા કહ્યું છે. કિસીંગ સીન અને રેપના દ્રશ્યોમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

રેપ અને બોલ્ડ સીન કટ કરવાનો આદેશ
માહિતી મુજબ ફિલ્મના કેટલાક રેપ અને બોલ્ડ સીનમાં કપાત કરવામાં આવી છે. કિસિગ સીન લગભગ 50% સુધી ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે લિપ-લોકનો ભાગ લગભગ 7 સેક્નડ ઓછો થયો છે. રેપ સીનના વિઝ્યુઅલ્સમાં પણ આશરે 20 સેક્નડની કપાત કરવામાં આવી છે.
સાથે જ, એક મહિલાને થપ્પડ મારવાનો અને બીજી મહિલાના માથા પર ઈજા થતો સીન – બંનેમાં 2-2 સેક્નડનો ઘટાડો કરવામાં આવ્યો છે. આરોપીના ઘરે બુલડોઝર ચલાવતો દૃશ્ય પણ બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, ૩ જગ્યાએ સંવાદોમાં ફેરફાર અને એક શબ્દને મ્યુટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
CBFCએ નિર્માતાઓને ફિલ્મની શરૂઆતમાં સ્પષ્ટ લખવાનું પણ કહ્યું છે કે વાર્તા સચ્ચી ઘટનાઓથી પ્રેરિત છે. સાથે જ સ્ટેટિક ટેક્સ્ટ ડિસ્ક્લેમર અને વોઇસઓવરનો સમય પણ વધારવામાં આવ્યો છે.
નિર્માતાઓએ સ્ક્રિપ્ટ સબમિટ કરી
કટ અને ફેરફારો ઉપરાંત, નિર્માતાઓને એક ડિસ્ક્લેમર ઉમેરવાનું કહેવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ધ કેરળ સ્ટોરી 2 સત્ય ઘટનાઓ પર આધારિત છે. તેમને ડિસ્ક્લેમરનો સ્ક્રીન સમય 2 મિનિટ અને 3 સેકન્ડ વધારવા અને વૉઇસ-ઓવર ઉમેરવાનું પણ કહેવામાં આવ્યું હતું. તેમને ફિલ્મની સંપૂર્ણ સ્ક્રિપ્ટ (સંવાદો સહિત) સબમિટ કરવા અને વાર્તા સાચી ઘટનાઓ પર આધારિત છે તે સાબિત કરવા માટે યોગ્ય દસ્તાવેજો પ્રદાન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ફિલ્મમાં સગીર અભિનેતાને કાસ્ટ કરવા માટે CBFC ને સંમતિ પત્ર પણ સબમિટ કરવામાં આવ્યો હતો.
બધા ફેરફારો પૂર્ણ થયા પછી, ફિલ્મને 16 ફેબ્રુઆરીએ પ્રમાણિત કરવામાં આવી હતી. ફિલ્મની કુલ લંબાઈ 131 મિનિટ અને 24 સેકન્ડ, અથવા 2 કલાક 11 મિનિટ અને 24 સેકન્ડ છે.
ધ કેરળ સ્ટોરી 2 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જોકે, તેની રિલીઝ અટકાવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, કેરળ હાઇકોર્ટ બુધવારે ફિલ્મ જોશે, ત્યારબાદ તે આ અરજીઓ પર પોતાનો નિર્ણય આપશે.
