Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો: સૌરાષ્ટ્ર હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યુ, દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો

Mon, February 23 2026

કોરોના પછી હ્રદયરોગના પ્રમાણમાં અચાનક જ વધારો જોવા મળ્યો હતો અને ત્યારે ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ પ્રમાણ વધવા પાછળ કોરોનાની રસીની આડઅસર છે. જો કે, તબીબી રીતે આ વાત સાબિત થઇ ન હતી પરંતુ અત્યારના સંજોગોમાં પણ હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે હ્રદયરોગને લગતી દવાઓના વેંચાણના આંકડા બહાર આવી રહ્યા છે તે જોતા આ પ્રમાણ ઘણું વધારે છે. જે ડેટા બહાર આવ્યો છે તે જોતા અમદાવાદ, સૌરાષ્ટ્ર, વડોદરા અને સુરત તેમજ દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં 12-17 ટકાનો વધારો થયો છે, જે આશરે ₹315 કરોડ થી ₹693 કરોડની વચ્ચે છે.

સુત્રો અનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18.4 ટકાના દરે કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ આંકડા ચિંતાજનક છે અને સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતમાં હ્રદય રોગનું હોટસ્પોટ તરીકે ઉપસી રહ્યુ છે. અમદાવાદમાં પણ હ્રદયરોગની દવાઓમાં ડબલ ડીજીટનો વધારો થયો છે. વડોદરામાં પણ ધીરે ધીરે દવાઓનું વેંચાણ વધી રહ્યું છે જયારે સુરત અને દાદરા-નગરહવેલી વિસ્તારમાં દવાના વેંચાણમાં ડબલ ડીજીટનો વધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચો:દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ

રાજ્યમાં ઘણા સમયથી મોટી ઉંમરના લોકો જ નહીં પરંતુ યુવાનોમાં પણ હાર્ટના રોગોનું પ્રમાણ વધ્યું છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે, જેમાં એક મહિનામાં જ 9 યુવાનોના મોત થયા છે. જેના પરથી માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં યુવાનોમાં પણ હૃદયરોગના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન સામે આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં કાર્ડિયાકની દવાઓનું વેચાણ અન્ય કોઈપણ દવાના વિભાગ કરતા વધુ ઝડપથી વધી રહ્યું છે.

હકીકતમાં, રાજ્યના મુખ્ય વિસ્તારોમાં હૃદયરોગની દવાઓનું વેચાણ એન્ટી-ડાયાબિટીક 11 ટકા સહિતની અન્ય મોટાભાગની ઉપચારો કરતા વધારે છે. આ બાબત નોંધપાત્ર છે કારણ કે ગુજરાતને ભારતની ડાયાબિટીસ રાજધાની માનવામાં આવે છે. સમાન ગાળા દરમિયાન એન્ટી-ઇન્ફેક્ટિવ્સમાં 3-7 ટકા, વિટામિન અને મિનરલ સપ્લીમેન્ટ્સમાં 5-10 ટકા, અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલમાં 3-5ટકા નો વધારો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં હૃદયરોગની દવાઓમાં 13 ટકા નો વધારો જોવા મળ્યો છે, જેની સામે રાજ્યના એકંદર ફાર્મા માર્કેટમાં 8 ટકાનો વૃદ્ધિ દર રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી આ ટ્રેન્ડ સમાન રહ્યો છે, જેમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં 10-18 ટકાનો વધારો નોંધાયો હતો

હ્રદયરોગના કેસ આ કારણોસર વધી રહ્યા છે

આજે લોકોની લાઈફસ્ટાઈલ બહુ ફાસ્ટ બની ગઈ છે. બેઠાડુ કામ, વધતો જતો તણાવ અને તેના પરિણામે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના કિસ્સાઓ વધ્યા છે. અમદાવાદમાં તો પહેલેથી જ હૃદયરોગની દવાઓનું સૌથી વધુ વેચાણ થાય છે, જ્યારે સૌરાષ્ટ્ર સૌથી ઝડપથી વિકસતા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું હતું. સુરત અને વડોદરામાં પણ વેચાણમાં સતત વધારો જોવા મળ્યો હતો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઠાડુ દિનચર્યા, ખાવાની નબળી આદતો અને વ્યાયામનો અભાવ આ ટ્રેન્ડના મુખ્ય ચાલક બળો છે. હવે નાની ઉંમરમાં જ હૃદયરોગનું નિદાન થઈ રહ્યું છે. આ સ્થિતિ ક્રોનિક હોવાથી દવાનો વપરાશ સતત જળવાઈ રહે છે.

Share Article

Other Articles

Previous

અમદાવાદના પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 27 PIની બદલી, દાણીલીમડા-દરિયાપુરના PIને કંટ્રોલરૂમમાં ધકેલાયા

Next

દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
1 દિવસ પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
1 દિવસ પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વડાપ્રધાન મોદીની યાત્રા પહેલા જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ સ્થળો પર એનકાઉન્ટરોમાં 3 આતંકવાદીઓ ઠાર અને 2 જવાનો શહીદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ડીજીપી હોકી ટૂર્ના.માં રાજકોટ શહેર-રાજકોટ રેન્જની ટીમ ચેમ્પિયન : વડોદરા અને ભાવનગરની ટીમ રનર્સઅપ
રાજકોટ
1 વર્ષ પહેલા
બેડીપરામાં રાજકોટનું સૌપ્રથમ 12 માળનું ફાયર સ્ટેશન બનશે : રૂ.21.44 કરોડના ખર્ચે થશે કાયાપલટ
ગુજરાત
11 મહિના પહેલા
કંડલાની ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકોના મોત
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર