અજંપાભરી શાંતિ વચ્ચે રાજકોટના જંગલેશ્વરમાં મહાપાલિકાનું ડિમોલિશન શરૂ
આજી નદીના પટ તેમજ ટાઉન પ્લાનિંગ રોડ ઉપરના દબાણ ઉપર બૂલડોઝરની ધણધણાટી: પોલીસ તેમજ અર્ધલશ્કરી દળોનો ચાંપતો બંદોબસ્ત: વિસ્તારને કોર્ડન કરી લેવાયો: તંત્રના સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ નહીં: પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર
