Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વકીલોનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના તમામ બાર એસો.બનશે હાઈટેક: આધુનિકીકરણ-ડિજિટલાઇઝેશન માટે ₹1.75 કરોડની વિશેષ ગ્રાન્ટ જાહેર

Fri, February 20 2026

અંદાજે 1.25 લાખથી વધુ વકીલોનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના તમામ બાર એસોસિએશનને આધુનિક અને હાઈટેક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 1.75 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારે વકીલોના વેલ્ફેર ફંડ માટે 5 કરોડની ફાળવણી અને 280 થી વધુ બાર એસોસિએશનના ડીજીટલાઈઝેશન માટે 1.75 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે પટેલે જણાવ્યું હતું કે, આ યોજના માત્ર ટેકનોલોજી અપગ્રેડ નથી, પરંતુ સમગ્ર વકીલ સમાજને ગ્લોબલ સ્ટાન્ડર્ડની ડિજિટલ સગવડો સાથે જોડવાનો દ્રઢ સંકલ્પ છે. તેમણે ઉમેર્યું કે, ગ્રાન્ટનો ઉપયોગ પારદર્શક અને તબક્કાવાર રીતે કરવામાં આવશે જેથી દરેક બાર એસોસિએશનને સમાન લાભ મળે.

યોજનાના અંતર્ગત દરેક બાર એસોસિએશનને હાઇ-લેવલ બેક ઓફિસ સોફ્ટવેર આપવામાં આવશે, જેના કારણે સભ્ય નોંધણી, ફી મેનેજમેન્ટ, દસ્તાવેજ સંભાળ અને આંતરિક વહીવટ વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનશે. અત્યાર સુધી મેન્યુઅલ પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓ અને વિલંબને ઘટાડીને સમગ્ર સિસ્ટમને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.

આ પણ વાંચો:લો બોલો! હૈદરાબાદમાં બિરયાની રેસ્ટોરન્ટે 70 હજાર કરોડની ટેક્સ ચોરી પકાવી: આવકવેરાનું મેગા ઓપરેશન,જાણો શું છે મામલો

દરેક એડવોકેટ સભ્ય માટે સમર્પિત મોબાઈલ એપ વિકસાવવામાં આવશે, જેમાં કેસ મેનેજમેન્ટ, ક્લાયન્ટ ડેટા મેનેજમેન્ટ, ઓનલાઇન પેમેન્ટ, નોટિસ એલર્ટ, હિયરીંગ અપડેટ્સ સહિત 100થી વધુ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ એપ દ્વારા વકીલો પોતાની પ્રેક્ટિસને વધુ સક્ષમ અને વ્યવસ્થિત રીતે સંભાળી શકશે.

ટેકનોલોજીના નવા યુગને ધ્યાનમાં રાખીને AI આધારિત સેવાઓ પણ ઉમેરવામાં આવશે. LegalGPT, AI ડ્રાફ્ટિંગ ટૂલ, કેસ સમરી જનરેશન અને ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશન જેવી સુવિધાઓ વકીલોને ઝડપી અને ચોક્કસ કામગીરીમાં મદદરૂપ બનશે. ખાસ કરીને યુવા વકીલો માટે આ ટેકનોલોજી માર્ગદર્શક સાબિત થશે.

ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે દરેક બાર એસોસિએશનને પોતાની સત્તાવાર વેબસાઇટ આપવામાં આવશે. સાથે જ સિનિયર વકીલો દ્વારા માર્ગદર્શન અને કાનૂની ચર્ચાઓ માટે ઈ-વિડિયો ચેનલ શરૂ કરવામાં આવશે, જે કાયદાકીય જ્ઞાનના વહેંચાણ માટે એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થશે.

રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ વકીલ સમાજને માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત રાખવાનો નથી, પરંતુ તેમને ટેકનોલોજીકલ રીતે સશક્ત બનાવી ન્યાય પ્રણાલીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવાનો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પહેલથી ગુજરાતની ન્યાયિક વ્યવસ્થામાં ગુણાત્મક પરિવર્તન આવશે.

Share Article

Other Articles

Previous

રાજકોટવાસીઓને મળી નવી ફલાઈટ: ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા 29 માર્ચથી રાજકોટથી નવી મુંબઈની સવારની ફલાઈટ ટેકઓફ થશે

Next

લો બોલો! હૈદરાબાદમાં બિરયાની રેસ્ટોરન્ટે 70 હજાર કરોડની ટેક્સ ચોરી પકાવી: આવકવેરાનું મેગા ઓપરેશન,જાણો શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ધ કેરળ સ્ટોરી-2’ ફિલ્મ મુશ્કેલીમાં મુકાઇ: કેરળ હાઇકોર્ટની સખ્તાઇ,સેન્સર સર્ટિફિકેટને પડકારતી અરજી પર નોટિસ પાઠવી
55 મિનિટutes પહેલા
વલસાડના કુંભઘાટ ઉપર ગોઝારો અકસ્માત: ટ્રક -ઈકોની ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યો કાળનો કોળિયો બન્યા
1 કલાક પહેલા
ગુજરાત પોલીસના ઇતિહાસમાં SMCની કચ્છ વિસ્તારમાં સૌથી મોટી રેડ: 4 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો, બુટલેગરોમાં ફફડાટ
1 કલાક પહેલા
રાજકોટના પ્રધુમન પાર્ક ઝૂની એન્ટ્રી ફી યથાવત: લાયન સફારી પાર્ક તૈયાર થયા પછી ટિકિટ દર નક્કી થશે, સ્ટેન્ડિંગની બેઠકમાં લેવાયો નિર્ણય
2 કલાક પહેલા
Categories

નેશનલ

2913 Posts

Related Posts

કેન્દ્ર સરકારે મસરત આલમ ગ્રુપના જમ્મુ કાશ્મીર મુસ્લિમ લીગ પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો
Breaking
2 વર્ષ પહેલા
ફિલ્મ ‘જીગરા’નું ટ્રેલર રિલીઝ : ભાઈને બચાવવા માટે જમીન આસમાન એક કરી દેશે આલિયા ભટ્ટ
Entertainment
1 વર્ષ પહેલા
લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને મોટો ફટકો, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલનુ મહાદેવ એપ અંગેની એફઆઈઆરમાં નામ, કેસ દાખલ
Breaking
2 વર્ષ પહેલા
કોમનવેલ્થ PT શિક્ષકો માટે તક બનશેઃ રાજયમાં 15 વર્ષ બાદ વ્યાયામ શિક્ષકોની ભરતી માટેની તૈયારીઓ શરૂ
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર