Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતની નવી મતદારયાદી પ્રસિધ્ધિ: 5.60 લાખ મતદારોનો થયો વધારો, મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ

Tue, February 17 2026

દેશભરમાં મતદારયાદી સુધારણા અભિયાન એસ.આઈ.આર. હેઠળ થયેલી પ્રક્રિયામાં ગુજરાતમાં આ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થતા ગાંધીનગર ખાતે રાજ્યની આખરી મતદાર યાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરાઈ છે. રાજ્યમાં 5.60 લાખ મતદારોનો વધારો થયો છે. નવી મતદાર યાદી મુજબ રાજ્યમાં 4.40 કરોડ મતદારો નોંધાયા છે. રાજકોટ જીલ્લાની ૩૩૦૦૦ નવા મતદારોના વધારા સાથે આઠ વિધાનસભામાં ફાઈનલ યાદી પ્રમાણે 20,89,377 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સૌરાષ્ટ્રમાં પણ બેઠકોમાં નામો ઉમેરાયા છે.

દેશના ચુંટણી પંચે જાહેર કરેલા સ્પેશિયલ ઇન્ટેન્શીવ રીવિઝન {એસઆઈઆર } કાર્યક્રમ પ્રમાણે ગત 28 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી આ સાડા ત્રણ મહિના લાંબી કવાયતનો મુખ્ય હેતુ મતદાર યાદીને ક્ષતિરહિત અને પારદર્શક બનાવવાનો હતો. આ ઝુંબેશમાં 34 જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને 50,963 બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા કામગીરી કરી હતી. જેમાં નામ ઉમેરવા, સુધારા, કમી કરવા સહિતની કાર્યવાહી કરાઈ હતી.

રાજ્યમાં હવે 5.60 નવા મતદારો ઉમેરાયા સાથે કુલ 4,40,30,725 નોંધાયેલા મતદારો છે.અંદાજે 10.69 લાખ જેટલી વિસંગતતાઓ (જેમ કે મૃત્યુ, સ્થળાંતર કે બેવડા નામ) ની ચકાસણી કરી ને નવી યાદી તૈયાર થઇ છે અને રાજ્યના ચુંટણી પંચ દ્વારા તા. 17 ફેબ્રુઆરીને મંગળવારે જાહેર કરાઈ છે.

આ પણ વાંચો:ગૌતમ અદાણીની મહત્વની જાહેરાત: અદાણી જુથ AI ડેટા સેન્ટર બનાવવા માટે 100 અબજ ડોલરનું રોકાણ કરશે

નવી મતદાર યાદી તૈયાર કરવામાં ચૂંટણી તંત્ર દ્વારા આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને કરવામાં આવેલા સર્વેના ડેટાનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરાયું છે. જે મતદારોના ફોર્મ પરત નહોતા આવ્યા, તેમની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવી હતી . ઉલ્લેખનીય છે કે એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યભરમાં મતદારયાદીઓમાંથી નામો કમી કરવાના હજારો ફોર્મ નંબર 7 અચાનક જ તમામ જિલ્લાઓમાં આવતા વિપક્ષ કોંગ્રેસ તથા આપ દ્વ્રારા ભારે હોબાળો મચાવાયો. કલેકટર કચેરીઓ તેમજ ગાંધીનગર સુધી દેખાવો કરાયા કોર્ટમાં જવા સુધીની ચીમકીઓ ઉચ્ચારાઈ હતી. આક્ષેપો, પ્રતિઆક્ષેપોના અંતે હવે ગુજરાતમાં આખરી મતદાર યાદી જાહેર થતા 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બેઠકમાં નવા મતદારો ૨૧૩૧૬ ઉમેરાયા સામે ૨૧૪૧૫ નામો કમી થતા આ એક બેઠક પર મતદારો ઘટ્યા.

રાજકોટની આઠ વિધાનસભામાં ક્યાં કેટલા મતદારો

રાજકોટ જીલ્લામાં આઠ વિધાનસભાના નવા મતદાર આંકડાઓ મુજબ નામ ઉમેરવા કમી કરવા સુધારવાના 76,236 ફોર્મ ભરાયા હતા. રાજકોટ જીલ્લામાં મતદારો માટેના 23910027 એન્યુમરેશન ફોર્મ પ્રિન્ટ કરાવાયા હતા. સંપૂર્ણ પ્રક્રિયા બાદ જાહેર થયેલી મતદારયાદીમાં રાજકોટ પૂર્વ 68માં 2,52,250 મતદારો, પશ્ચિમ 69માં 297733, દક્ષિણ 70માં 209146, ગ્રામ્ય 71માં 359648, જસદણમાં 258414, ધોરાજી બેઠકમાં 244523, જેતપુરમાં 254655 તથા ગોંડલ વિધાનસભા સીટમાં 213008 મતદારો સાથે નવી યાદી જાહેર થઇ છે. આઠેય બેઠકો પર નવા 26591, દિવ્યાંગ 12929, જયારે 80થી વધુ વયના 44690 અને સતાયુ વટાવી {૧૦૦ વર્ષથી ઉપર} ચુકેલા 460 મતદારોનો સમાવેશ થાય છે.

મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસશો?

સ્ટેપ 1 ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ voters.eci.gov.in ખોલો અથવા 'Voter Helpline' એપ ડાઉનલોડ કરો.

સ્ટેપ 2: હોમ પેજ પર આપેલા 'Search in Electoral Roll' વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 3: તમારો EPIC Number (ચૂંટણી કાર્ડ નંબર) અથવા તમારી વિગતો (નામ, ઉંમર, જિલ્લો) દાખલ કરો.

સ્ટેપ 4: સ્ક્રીન પર દેખાતો 'Captcha' કોડ ભરો અને 'Search' બટન દબાવો.

સ્ટેપ 5: જો તમારું નામ યાદીમાં હશે, તો તમારી તમામ વિગતો અને મતદાન મથકની માહિતી સ્ક્રીન પર દેખાશે.

Share Article

Other Articles

Previous

ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: મુંબઈના દરિયામાંથી ભારતે ઓઇલની હેરાફેરીના નેટવર્કનો થયો પર્દાફાશ, શંકાસ્પદ 3 જહાજો પકડાયા

Next

ગૌતમ અદાણીની મહત્વની જાહેરાત: અદાણી જુથ AI ડેટા સેન્ટર બનાવવા માટે 100 અબજ ડોલરનું રોકાણ કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: મુંબઈના દરિયામાંથી ભારતે ઓઇલની હેરાફેરીના નેટવર્કનો થયો પર્દાફાશ, શંકાસ્પદ 3 જહાજો પકડાયા
3 કલાક પહેલા
ગુજરાતની નવી મતદારયાદી પ્રસિધ્ધિ: 5.60 લાખ મતદારોનો થયો વધારો, મતદાર યાદીમાં આ રીતે તપાસો તમારું નામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ
3 કલાક પહેલા
ગૌતમ અદાણીની મહત્વની જાહેરાત: અદાણી જુથ AI ડેટા સેન્ટર બનાવવા માટે 100 અબજ ડોલરનું રોકાણ કરશે
4 કલાક પહેલા
ટી-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર: 17 વર્ષ બાદ ગ્રુપ સ્ટેજમાંથી જ ઑસ્ટ્રેલિયા થયું બહાર: ગ્રુપ-Bમાંથી ઝીમ્બાબ્વે-શ્રીલંકા પહોંચ્યું સુપર-8માં
4 કલાક પહેલા
Categories

નેશનલ

2903 Posts

Related Posts

આજે ‘વિશ્વ સિંહ દિવસ’ની વ્યાપક ઊજવણી : મુખ્યમંત્રી સાસણમાં
ગુજરાત
2 વર્ષ પહેલા
હવે દેશમાં કાયદો ‘આંધળો’ નથી…’ન્યાયની દેવી’ની આંખો ખૂલી: હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વંદે ભારત બાદ કઈ નવી ટ્રેન લોકોને મળશે ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટના વેપારીને ગોંધી રાખી ગુપ્તાંગમાં શૉટ આપનાર
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર