સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે સોમવાર નિરાશાજનક રહ્યું છે. બજાર ખુલતા જ કિંમતી ધાતુઓના ભાવમાં કડાકો થયો હતો. જેમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં ભારે વેચવાલીના કારણે નોંધપાત્ર ગાબડું પડ્યું છે.
ચાંદીનો બંધ ભાવ ₹2,44,360 પ્રતિ કિલો હતો, જ્યારે બજાર ખુલતા જ તે સીધો ₹2,38,489 પર પહોંચ્યો હતો. આમ, શરૂઆતમાં જ પ્રતિ કિલો ₹5,871નો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.ટ્રેડિંગ આગળ વધતા વેચવાલી વધુ તેજ બનતાં ચાંદીના ભાવ વધુ ગબડીને ₹2,35,789ના નીચલા સ્તર સુધી પહોંચી ગયા હતા. આ રીતે દિવસ દરમિયાન ચાંદીમાં કુલ ₹8,571થી વધુનો ઘટાડો નોંધાયો હતો, જો કે માર્કેટ બંધ થાય એ પૂર્વે થોડા સુધારા સાથે 1.58 ટકાનાં ઘટાડા સાથે 2,40,000 સુધી પહોંચી છે.
સોનાના બજારમાં પણ નરમાઈનો માહોલ જોવા મળ્યો છે. સોનાનો બંધ ભાવ ₹1,55,895 પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે બજાર ₹1,54,999 પર ખુલતાં જ ₹896નો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો:ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
ટ્રેડિંગ દરમિયાન વેચવાલી વધતાં સોનું વધુ ગબડીને ₹1,54,386ના નીચલા સ્તર સુધી પહોંચી ગયું હતું, જેના કારણે અગાઉના બંધ ભાવની સરખામણીએ ₹1,500થી વધુનો કડાકો નોંધાયો હતો. જોકે, દિવસ દરમિયાન થોડી રિકવરી સાથે સોનું ₹1,55,318 ની સપાટીએ આવી ગયું હતું.
