થર-થર કાંપશે પાકિસ્તાન: રશિયા પાસેથી 10000 કરોડના ખર્ચે 288 S-400 મિસાઇલ ખરીદશે ભારત,જાણો આ ડિલનું શું છે મહત્વ
ભારત સરકારે હવાઈ સુરક્ષા ક્ષમતામાં મોટો વધારો કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની
અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ રશિયા પાસેથી S-400 Triumf air defence system માટે 288 મિસાઇલ ખરીદવા ‘એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી’ (AoN) મંજૂર કરી છે. આ ખરીદીનો અંદાજિત ખર્ચ લગભગ ₹10,000 કરોડ ગણાયો છે.
આ મિસાઇલોમાં 120 શોર્ટ-રેન્જ અને 168 લોંગ-રેન્જ મિસાઇલ સામેલ રહેશે. ખરીદી ‘ફાસ્ટ ટ્રેક પ્રોસિજર’ હેઠળ થશે જેથી સેનાને ઝડપથી જથ્થો ઉપલબ્ધ થાય. ગયા વર્ષે થયેલા Operation Sindoor દરમિયાન મોટા પ્રમાણમાં મિસાઇલોના ઉપયોગ બાદ સ્ટોક ફરી ભરવો જરૂરી બન્યો હતો.
આ પણ વાંચો:સેવા તીર્થ તરીકે ઓળખાશે PMO કાર્યાલય: બધા મંત્રાલયો એક છત નીચે, 78 વર્ષ બાદ બદલાયું સરનામું, જુઓ કેવું દેખાય છે PMનું નવું કાર્યાલય
ભારતને પહેલેથી કરાર મુજબ આ વર્ષે જૂન અને નવેમ્બરમાં S-400 સિસ્ટમના વધુ બે યુનિટ મળવાના છે. સાથે સાથે ભારતીય વાયુસેના વધુ પાંચ S-400 સિસ્ટમ અને રશિયન શોર્ટ-રેન્જ Pantsir-S1 air defence system મેળવવા પણ પ્રયત્નશીલ છે. બંને સિસ્ટમને જોડીને બે સ્તરની એર-ડિફેન્સ રચના તૈયાર કરી શકાય છે, જે સીમા પારથી આવતા વિમાન, મિસાઇલ, ડ્રોન અને કમિકાઝી ડ્રોનને રોકવામાં અસરકારક માનાય છે.
મે 2025ના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય સેનાએ S-400નો વ્યાપક ઉપયોગ કરી પાકિસ્તાનના લડાકૂ વિમાનો, અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ અને સશસ્ત્ર ડ્રોનને નિશાન બનાવ્યા હતા. એક લાંબા અંતરના મિસાઇલથી લગભગ 314 કિમી દૂર પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં વિમાનને નિશાન બનાવાયા બાદ ત્યાંની વાયુસેનાએ પશ્ચિમ એરબેઝ તરફ વિમાનો ખસેડ્યા હોવાનું સૈનિક સ્ત્રોતોનું કહેવું છે.
DACએ કુલ મળીને આશરે ₹3.60 લાખ કરોડના રક્ષા પ્રસ્તાવો મંજૂર કર્યા છે. વાયુસેનાને મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (રાફેલ), કોમ્બેટ મિસાઇલ અને હાઇ-એલ્ટિટ્યુડ પ્સ્યુડો-સેટેલાઇટ, સેનાને એન્ટી-ટેન્ક માઇન્સ અને ટેન્ક પ્લેટફોર્મ ઓવરહોલ તથા નૌસેનાને મેરિન પાવર જનરેટર અને P-8I મેરિટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ માટે પણ મંજૂરી આપવામાં આવી છે.
શું ખરીદી કરવામાં આવશે ?
- કુલ 288 S-400 મિસાઇલ
- 168 લાંબા અંતરની મિસાઇલ
- 120 ટૂંકા અંતરની મિસાઇલ
- ફાસ્ટ ટ્રેક પ્રોસિજર હેઠળ ખરીદી
- અગાઉ વપરાયેલ જથ્થો ફરી ભરાશે
- ભવિષ્યમાં Pantsir શોર્ટ-રેન્જ સિસ્ટમ જોડવાની તૈયારી
ડીલનું મહત્વ
- 400 કિમી સુધી હવાઈ ખતરા સામે રક્ષણ
- ડ્રોન, ફાઇટર જેટ અને મિસાઇલ સામે અસરકારક કવચ
- બે સ્તરની એર-ડિફેન્સ શીલ્ડ તૈયાર થશે
- સીમા પારથી હુમલાની રોકથામમાં વધારો
- ભારતીય વાયુસેનાની ડિટરન્સ ક્ષમતા મજબૂત બનશે
