અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. એક તરફ બંને દેશો વચ્ચે વચગાળાના ‘વેપાર કરાર’ની જાહેરાત થઈ છે, તો બીજી તરફ અમેરિકાએ એક એવું પગલું ભર્યું છે જેનાથી પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતના સત્તાવાર નકશામાં ‘પાકિસ્તાન અધિકૃત કાશ્મીર’ (PoK) અને ચીન જેનો દાવો કરે છે તે ‘અક્સાઈ ચીન’ (Aksai Chin) ને ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
‘યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ’ ઓફિસ દ્વારા આ નકશો જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી અમેરિકા કાશ્મીર મુદ્દે સંતુલિત વલણ અપનાવતું હતું અને નકશામાં વિવાદિત ક્ષેત્રોને અલગ રીતે દર્શાવતું હતું. પરંતુ આ નવા નકશામાં અમેરિકાએ સ્પષ્ટપણે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK) ને ભારતના મુખ્ય ભૂ-ભાગ તરીકે માન્યતા આપી દીધી છે, જે ભારતની મોટી જીત છે.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના મતે, આ ઘટના પાકિસ્તાન માટે એક મોટો અને ગંભીર ‘રાજદ્વારી ફટકો’ છે. ભારત હંમેશા વૈશ્વિક મંચ પર કહેતું આવ્યું છે કે PoK અમારું છે, અને હવે અમેરિકા જેવા સુપરપાવરે પણ તેના પર સત્તાવાર મહોર મારી દીધી છે. આનાથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો આંતરરાષ્ટ્રીય પ્રોપેગेंडा નબળો પડશે.
આ પણ વાંચો: 31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
આ નકશામાં માત્ર PoK જ નહીં, પરંતુ લદ્દાખની પૂર્વમાં આવેલા ‘અક્સાઈ ચીન’ (Aksai Chin) વિસ્તારને પણ ભારતીય સીમામાં દર્શાવવામાં આવ્યો છે. ચીન લાંબા સમયથી આ વિસ્તાર પર પોતાનો દાવો કરતું આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસનનું આ પગલું દર્શાવે છે કે અમેરિકા હવે એશિયામાં ભારતની ભૌગોલિક અખંડિતતાને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે, જે ચીન માટે પણ લાલબત્તી સમાન છે.
