Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ઈ સાલા કપ નામદુ…RCBએ રચ્યો ઇતિહાસ, WPLમાં સતત બીજા વર્ષે બન્યું ચેમ્પિયન, વિરાટ કોહલી-અનુષ્કાએ પાઠવ્યા અભિનંદન

Fri, February 6 2026

વિમેન્સ પ્રિમીયર લીગ (WPL)ના ફાઈનલ મુકાબલામાં રોયલ ચેલેન્જ બેંગ્લોરની ટીમે દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવીને પોતાની બીજી ટ્રોફી જીતી હતી. બીજી બાજુ સળંગ ચોથો ફાઈનલ રમી રહેલી દિલ્હી ટીમે ફરી એકવાર ખાલી હાથે પરત ફરવું પડયું હતું. આ મેચમાં દિલ્હી ટીમે પહેલાં બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જવાબમાં સ્મૃતિ મંધાના અને જ્યોર્જિયા વૉલની ધમાકેદાર ઈનિંગે આ લક્ષ્યાંકને નાનો સાબિત કરી દીધો હતો અને બેંગ્લુરુએ અંતિમ ઓવરમાં જ મેચ પોતાના નામે કરી લીધી હતી.

204 રનના લક્ષ્યાંકનો પીછો કરતા RCBની શરૂઆત ખરાબ રહી હતી. બીજી જ ઓવરમાં ગ્રેસ હેરિસને નવ રન બનાવ્યા બાદ ચિનેલ હેનરીએ બોલ્ડ કરી હતી. આ પછી જ્યોર્જિયા વૉલ અને સ્મૃતિ મંધાનાએ 165 રનની રેકોર્ડતોડ ભાગીદારી કરી દિલ્હીના હાથમાંથી મેચ ખુંચવી લીધી હતી. જો કે અંતિમ ઓવર આવવા સુધી વૉલ 79 અને મંધાના 87 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

View this post on Instagram

A post shared by Smriti Mandhana (@smriti_mandhana)

અંતિમ ઓવરમાં જીત જીત માટે RCBને 10 રનની જરૂર હતી. દિલ્હી વતી શ્રી ચરણી બોલિંગ કરવા આવી. સામે રાધા યાદવ હતી અને તેણે ઓવરના બીજા અને ચોથા બોલે ચોગ્ગો લગાવીને મેચ પૂર્ણ કરી હતી.

View this post on Instagram

A post shared by Smriti Mandhana (@smriti_mandhana)

આ પહેલાં કેપ્ટન જેમિમા રાડ્રિગ્સની આગેવાનીમાં બેટરોના શાનદાર પ્રદર્શનથી દિલ્હી કેપિટલ્સે ચાર વિકેટે 203 રન બનાવ્યા હતા. જેમિમાએ 37 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 57 રનની ઈનિંગ રમી હતી. જ્યારે લૉરા વૌલ્વાર્ટ (44 રન) અને ચિનેલ હેનરી (અણનમ 35 રન)એ ચોથી વિકેટ માટે 24 બોલમાં 55 રનની ભાગીદારી કરી ટીમના સ્કોરને 200 રનને પાર પહોંચાડી હતી. જેમિમાએ વોલ્વાર્ટ સાથે મળી ત્રીજી વિકેટ માટે 76 રન ઉમેર્યા હતા.

કોહલીએ ટીમને અભિનંદન આપ્યા

વિરાટ કોહલીએ પોતાની સત્તાવાર પોસ્ટમાં લખ્યું કે RCB ફરી એકવાર ચેમ્પિયન બન્યું છે અને ટીમે એવું પ્રદર્શન કર્યું છે જેના પર દરેક ચાહકને ગર્વ થવો જોઈએ. તેમણે કેપ્ટન સ્મૃતિ મંધાનાની પ્રશંસા કરી અને મહિલા ટીમ, સપોર્ટ સ્ટાફ અને મેનેજમેન્ટને આ નોંધપાત્ર અને યાદગાર વિજય માટે અભિનંદન આપ્યા.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

“તમે આ જીતના હકદાર છો”

પોતાના સંદેશમાં, કોહલીએ કહ્યું કે ટીમ આ વિજયને સંપૂર્ણપણે લાયક હતી અને ખેલાડીઓએ આ ક્ષણનો સંપૂર્ણ આનંદ માણવો જોઈએ. તેમણે RCB ચાહકોના પ્રેમ અને સમર્થનની પણ ખાસ પ્રશંસા કરી. વિરાટના આ સંદેશથી ટીમનું મનોબળ વધ્યું જ નહીં પરંતુ RCB ચાહકો માટે ભાવનાત્મક ક્ષણ પણ બની ગઈ.

અનુષ્કાએ પણ કર્યા વખાણ

2024 પછી આ બીજી વખત છે જ્યારે બેંગ્લોરની ટીમે WPL ટ્રોફી જીતી છે. ત્યારે વિરાટ કોહલીએ પોસ્ટ શેર કરીને ટીમને અભિનંદન આપ્યા હતા જ્યારે અનુષ્કા શર્માએ સ્ટોરી શેર કરીને અભિનંદન આપતા કહ્યું હતું કે RCB વિમેન્સે ફરી કરી બતાવ્યું, History repeated”

આ પણ વાંચો :આ પણ વાંચો :આવકવેરાની જૂની ટેક્સ સિસ્ટમ બંધ નહી થાય: સીબીડીટીના ચેરમેને કરી સ્પષ્ટતા, નવી કર વ્યવસ્થામાં 88 ટકા કરદાતા

WPL ફાઇનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

87 (41) – સ્મૃતિ મંધાના VS દિલ્હી કેપિટલ્સ, વડોદરા, 2026
79 (54) – જ્યોર્જિયા વોલ VS દિલ્હી કેપિટલ્સ, વડોદરા, 2026
66 (44) – હરમનપ્રીત કૌર VS દિલ્હી કેપિટલ્સ, બ્રેબોર્ન, 2025
60* (55) – નેટ સાયવર-બ્રન્ટ VS દિલ્હી કેપિટલ્સ, બ્રેબોર્ન, 2023
57 (37) – જેમીમાહ રોડ્રિગ્સ VS RCB, વડોદરા, 2026

WPLમાં સૌથી વધુ ભાગીદારી (કોઈપણ વિકેટ માટે)

165 – સ્મૃતિ મંધાના અને જ્યોર્જિયા વોલ (RCB) VS દિલ્હી કેપિટલ્સ, વડોદરા, 2026

162 – મેગ લેનિંગ અને શેફાલી વર્મા (દિલ્હી કેપિટલ્સ) VS RCB, બ્રેબોર્ન, 2023

146 – જેસ જોનાસેન અને શેફાલી વર્મા (દિલ્હી કેપિટલ્સ) VS RCB, બેંગલુરુ, 2025

142 – સ્મૃતિ મંધાના અને જ્યોર્જિયા વોલ (RCB) વિ દિલ્હી કેપિટલ્સ, નવી મુંબઈ, 2026

140 – બેથ મૂની અને લૌરા વોલ્વાર્ડ (ગુજરાત જાયન્ટ્સ) વિ આરસીબી, દિલ્હી, 2024

Share Article

Other Articles

Previous

પંજાબમાં દિન દહાડે APPના નેતા લકી ઓબેરોયની હત્યા: ગુરુદ્વારાની બહાર આવતા જ અંધાધુંધ ગોળીબાર કરીને હત્યારા ફરાર

Next

RBI MPC Meeting: EMIમાં ઘટાડો નહીં થાય, રિઝર્વ બેંકે લોન ધારકોને ફરી નિરાશ કર્યા! રેપોરેટ 5.25% પર યથાવત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક
8 મિનિટutes પહેલા
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ
42 મિનિટutes પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
57 મિનિટutes પહેલા
રાજકોટના રેસકોર્સની અંદર આવેલા આ 10 ગ્રાઉન્ડ 16 દિવસ 9 કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3016 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં નવેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણી યોજાશે : મુખ્યમંત્રીએ આપ્યો નિર્દેશ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
કાળી ચૌદશ પર આ રીતે કરજો દેવી-દેવતાની પૂજા
રાજકોટ
2 વર્ષ પહેલા
અમેરિકામાં 23 વર્ષના યુવાને જુઓ કેટલા લોકોની હત્યા કરી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજસ્થાન ભાજપના પ્રમુખ બદલાશે : કીરોડીલાલ મીણાને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર