રાજકોટના પીએસઆઇની સુરતના ઝવેરી સાથે રૂ.2.25 લાખની છેતરપિંડી
ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલ યુવાનને મિત્રતા ભારે પડી
રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ હરદેવસિંહ રાયજાદાએ સુરતના વેપારી સાથે રૂ.2025 લાખની છેતરપિંડી કર્યાની અરજી સુરત પોલીસ કમિશ્નર,ડીજીપી અને ગુહમંત્રીને કરવામાં આવતા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના રામનગર સિંધી કોલોનીમાં રહેતા જ્વેલરી શોપના માલિક પુનીત સુનીલ લાલવાણીનો પીએસઆઇ હરદેવસિંહ રાયજાદા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો. પુનીતે હરદેવસિંહ રાયજાદાને ફોલો કરવાનું શરૂ કર્યુ હતું. બન્ને મેસેન્જર પર વાતચીત કરતા હતા.દરમિયાનમાં ગઈ 10 ઓગસ્ટે હરદેવસિંહે સુરત ગયા હોય તેણે પુનીતને કોલ કરી અડાજણના મધુવન સર્કલ નજીક રમી ઇન્ટરનેશનલ હોટલમાં મળવા બોલાવ્યો હતો.અને રૂ.2 લાખનું આંગડિયું મોરબી ખાતે કરાવ્યું હતું.ત્યાર બાદ બીજા દિવસે પૈસાની ઉઘરાણી કરતા પીએસઆઇ હરદેવસિંહ રાયજાદાએ મેસેજ કર્યો હતો કે ડોન્ટ વેરી, હું પહોંચીને કરાવી દઇશ પુનિતને 2 લાખ તો ન આપ્યા પરંતુ હરદેવસિંહ રાયજાદાએ બાતમીદારને પૈસા આપવાના છે એમ કહી બીજા રૂ. 25 હજારનું પેટીએમ કરાવ્યું હતું. આમ કુલ રૂ. 2.25 લાખ પુનિત પાસેથી લઈ હરદેવસિંહ રાયજાદાએ રકમ પરત આપવા પુનીતની બેંક ડિટેઇલ્સ મંગાવી રૂ.2 લાખ ટ્રાન્સફર કર્યાનો એનઇએફ્ટીનો સ્ક્રીનશોટ મોકલાવ્યો હતો.પરંતુ માત્ર 1 રૂપિયો જ પુનીતના એકાઉન્ટમાં જમા થયો હતો. અલગ અલગ બહાના બતાવી હરદેવસિંહ રાયજાદાએ પુનીતને રકમ પરત આપી ન પૂણિતે આ મામલે સુરત પોલીસ કમિશ્નર અને રાજયના પોલીસ વડા તેમજ ગૃહમંત્રીને અરજી કરી હતી. આ મામલે પોલીસ તાપસ શરૂ કરી છે.
