ભારત સામે મેચ ન રમવાનો દાવ પાકિસ્તાનને પડશે ભારે! કડક પગલાં લેવાની ICCની તૈયારી, 48 કલાકમાં લેવાશે નિર્ણય
ભારત સામે T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાનો પાકિસ્તાનનો નિર્ણય હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના અસ્તિત્વ માટે ખતરાની ઘંટડી બની ગયો છે. જય શાહની આગેવાની હેઠળની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની તૈયારી શરૂ કરી છે અને આગામી 48 કલાકમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.
બાંગ્લાદેશ પ્રત્યે સહાનુભૂતિ નું બહાનું કાઢી કોલંબોમાં રમવાના ભારત સામેના મેચનો બહિષ્કાર કરવાના નિર્ણયને રાજકીય માનવામાં આવે છે. આ અગાઉભૂતકાળમાં ભારતે ભારે દબાણ છતાં ક્રિકેટના વ્યાપક હિતમાં મેચો રમવાનો રસ્તો પસંદ કર્યો હતો. બીજી તરફ હવે બેક-ચેનલ કૂટનીતિ શરૂ થઈ છે. પરંતુ એ પહેલા icc એ દબાણ વધાર્યું છે અને ક્રિકેટ વિશ્વમાં પાકિસ્તાનને એકલું પાડી દેવાના ગર્ભિત સંકેતો આપી દીધા છે.
ICCના સંભવિત ત્રણ કડક પગલાં
1.સંપૂર્ણ સસ્પેન્શન
પાકિસ્તાનને તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર કરી શકાય. કોઈ દ્વિપક્ષીય સિરીઝ નહીં, કોઈ વર્લ્ડ ઇવેન્ટ નહીં. દક્ષિણ આફ્રિકા પર 1970ના દાયકામાં લાગેલા પ્રતિબંધ જેવી સ્થિતિ.
આ પણ વાંચો :રાજકોટ કલેકટર કચેરી અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ: ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન
2.PSL પર તાળું
પાકિસ્તાન સુપર લીગ માટે વિદેશી ખેલાડીઓને No Objection Certificate ન મળે. પરિણામે PSL સ્ટારવિહોણી બની જશે અને લીગનું વૈશ્વિક મૂલ્ય તૂટી પડશે.
3.આર્થિક ઝાટકો
ICC તરફથી દર વર્ષે મળતા અંદાજે 34.5 મિલિયન ડોલરની આવક અટકાવી દેવામાં આવશે, જે PCB માટે સૌથી મોટો આર્થિક પ્રહાર સાબિત થશે.
