કોલંબિયામાં મોટી દુર્ઘટના: લેન્ડિંગ પહેલા જ વિમાન ક્રેશ થતાં સંસદ સભ્ય સહિત 15 લોકોના મોત, પહાડોમાં મળ્યો કાટમાળ
કોલંબિયાથી દુઃખદ સમાચાર આવ્યા છે. બુધવારથી ગુમ થયેલ બીચક્રાફ્ટ 1900 વિમાન ક્રેશ થયું છે, જેમાં સવાર તમામ 15 લોકોના મોત થયા છે. કોલંબિયાના અધિકારીઓ અને બચાવ ટીમોએ વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અકસ્માતમાં કોઈ મુસાફરો કે ક્રૂ મેમ્બર બચી શક્યા નથી.વિમાનમાં 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર હતા. મૃતકોમાં કોલંબિયાના સંસદના સભ્ય (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ) અને આગામી ચૂંટણી માટેના ઉમેદવારનો સમાવેશ થાય છે, જે બચી શક્યા નથી.
શું છે સમગ્ર ઘટના?
15 લોકો સાથેનું કોમર્શિયલ જેટ કોલંબિયા અને વેનેઝુએલા વચ્ચેની સરહદ નજીક ગાયબ થઈ ગયું. કોલંબિયાના ઉડ્ડયન અધિકારીઓ અને રાજ્ય એરલાઇન SATENA અનુસાર, વિમાનનો છેલ્લો રડાર સંપર્ક કેટાટુમ્બો વિસ્તારમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેના કારણે શોધ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
❗️⚠️🇨🇴 – A tragic plane crash in northeastern Colombia has claimed the lives of 15 people.
— 🔥🗞The Informant (@theinformant_x) January 28, 2026
A Beechcraft 1900 aircraft operated by the state-owned airline SATENA crashed in a rural area of La Playa de Belén (also known as Playa de Belén), Norte de Santander department, while… pic.twitter.com/HdLjgUqIlN
ફ્લાઇટ NSE 8849 બુધવારે સવારે 11:42 વાગ્યે કુકુટાથી ઉડાન ભરી હતી પરંતુ ઉતરાણ કરતા માત્ર 11 મિનિટ પહેલા તેનો સંપર્ક તૂટી ગયો હતો. કાટમાળ દૂરના અને પર્વતીય પ્રદેશ કેટાટુમ્બોમાં મળી આવ્યો હતો. આ પ્રદેશ તેના ખરાબ હવામાન અને ખડકાળ ટેકરીઓ માટે જાણીતો છે, જેણે શોધ કામગીરી માટે નોંધપાત્ર પડકારો ઉભા કર્યા હતા.
આ પણ વાંચો :એનસીપીનું ભાવિ અનિશ્ચિત: અજીત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનની સંભાવના, ભંગાણ પડવાનો ખતરો
કોલમ્બિયન નાગરિક ઉડ્ડયન એજન્સીના તપાસકર્તાઓ હવે ક્રેશનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે કાટમાળની તપાસ કરી રહ્યા છે. જોકે, ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ જાહેર કરવામાં આવી નથી. કોલમ્બિયન એરોસ્પેસ ફોર્સ અને સિવિલ એવિએશન ઓથોરિટીના અકસ્માત તપાસ નિર્દેશાલયે તાત્કાલિક શોધ અને બચાવ પ્રોટોકોલ સક્રિય કર્યા છે. પરિવારોને મદદ કરવા માટે એક ખાસ હેલ્પલાઇન નંબર (601) 919 3333 પણ જારી કરવામાં આવ્યો છે. હજુ સુધી વિમાનનો કોઈ પત્તો લાગ્યો નથી.
સંસદ સભ્ય અને ચૂંટણી ઉમેદવાર પણ વિમાનમાં હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સાંસદ વિલ્મર કેરિલોએ કહ્યું, “અમને આ વિમાન દુર્ઘટનાના સમાચાર ખૂબ ચિંતા સાથે મળ્યા. મારા સાથીદારો ડાયોજેનેસ ક્વિન્ટેરો, કાર્લોસ સાલ્સેડો અને તેમની ટીમો મુસાફરી કરી રહી હતી.” ડાયોજેનેસ ક્વિન્ટેરો કોલમ્બિયન ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના સભ્ય હતા, જ્યારે કાર્લોસ સાલ્સેડો આગામી ચૂંટણીમાં ઉમેદવાર હતા.
