‘એનિમલ-2’માં પણ રણબીર કપૂર ખેલશે લોહિયાળ હોળી: બીજો ભાગ પહેલા કરતા વધુ ભવ્ય અને આઘાતજનક હશે
રણબીર કપૂર લોહીથી હોળી રમવા માટે મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગાની 2023ની બ્લોકબસ્ટર ફિલ્મે દર્શકોને જે તીવ્ર અને જંગલી દુનિયાનો પરિચય કરાવ્યો હતો તેનો પ્રભાવ હજુ પણ જોવા મળી રહ્યો છે. ચાહકો તેની સિક્વલ ‘એનિમલ પાર્ક’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની રાહ આખરે પૂરી થઈ ગઈ છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, રણબીર કપૂરે પોતે ખૂબ જ અપેક્ષિત સિક્વલ પર એક મુખ્ય અપડેટ આપ્યું હતું, જેમાં સ્પષ્ટતા કરી હતી કે વાર્તા વધુ ઘેરી, વધુ ખતરનાક અને ભાવનાત્મક રીતે વધુ ભરેલી હશે. એવા પણ સમાચાર છે કે આગામી ફિલ્મો `લવ એન્ડ વોર’ અને `રામાયણ’ના શૂિંટગમાં વ્યસ્ત રણબીર હવે `એનિમલ પાર્ક’ માટે માનસિક રીતે તૈયારી કરી રહ્યો છે.
આ પણ વાંચો :ઉનાના વાંસોજ ગામે હ્રદયદ્વાવક ઘટના! ફોટો વાઇરલ કરવાની ધમકીથી તૂટી ગઇ માતા: ગર્ભવતી મહિલાનો આપઘાત,ત્રણેય આરોપીની ધરપકડ
નિર્માતાઓ સ્ક્રિપ્ટને પહેલા કરતાં વધુ ભવ્ય અને આઘાતજનક બનાવવા પર પણ કામ કરી રહ્યા છે. તાજેતરમાં, `ડેડલાઇન હોલીવુડ’ સાથે વાત કરતા, રણબીર કપૂરે ખુલાસો કર્યો કે `એનિમલ’ની સિક્વલ હજુ થોડો સમય બાકી છે. તેમણે કહ્યું કે દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા તેમની બીજી ફિલ્મ પૂર્ણ કર્યા પછી જ `એનિમલ પાર્ક’ પર કામ શરૂ કરશે, જે આવતા વર્ષે (2027) શરૂ થવાની ધારણા છે.
