રાજકોટના ભેજાબાજે 5 મહિનામાં સાયબર ફ્રોડના 72 કરોડ સગેવગે કર્યા: બોગસ પેઢી ઉભી કરીને તગડું કમિશન કમાયો
રાજકોટ સહિત આખા ગુજરાતમાં મ્યુલ એકાઉન્ટ મતલબ કે જેમાં સાયબર ફ્રોડના નાણાં જમા થતાં હોય તેવા એકાઉન્ટધારકોને શોધી શોધીને પાઝેલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક ભેજાબાજ કે જેણે પાંચ મહિનાની અંદર સાયબર ફ્રોડના 72 કરોડ રૂપિયા સગેવગે કરી નાખ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકના કોન્સ્ટેબલ કિશોરકુમાર રંગાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે અલગ-અલગ બેન્કના એકાઉન્ટ કે જેનો ધારક એક જ હોય અને તે રાજકોટમાં જ રહેતો હોવાની તેમજ આ એકાઉન્ટસમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થઈ રહ્યાની આખા દેશમાંથી 239 ફરિયાદ નોંધાતાં પોલીસે આ એકાઉન્ટસ તેમજ તેના ધારકની તપાસ કરતાં આ તમામ એકાઉન્ટ જોગી કૃપા એન્ટરપ્રાઈઝના નામે મૈશરૂ હિરાભાઈ ધ્રાંગિયાએ ખોલાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો :અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું? સીસીટીવી ફૂટેજ સામે આવ્યા,વિમાન થોડીક સેકન્ડોમાં બની ગયું આગનો ગોળો
મૈશરુ દ્વારા 21-5-2025થી લઈ 4-9-2025 સુધીમાં સાયબર ફ્રોડના 72,09,77,370 રૂપિયા પોતાના એકાઉન્ટમાં જમા કરાવી તેને ઉપાડી પણ લેવામાં આવ્યા હતા. આ તમામ પૈસા સાયબર ફ્રોડના હોવાનું સામે આવ્યું છે ત્યારે મૈશરુ હાથમાં આવી ગયા બાદ આગવી ઢબે પૂછપરછ બાદ આ આંકડો વધી પણ શકે છે.
