ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન નશાની હાલતમાં ઝડપાયા: વડોદરામાં MG હેક્ટરથી ત્રણ વાહનોને અડફેટે લીધા
વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિને ઓલ્ડ પાદરા રોડ પર ગત રાત્રે દારૂના નશામાં પોતાની કાર હંકારી ત્રણ અન્ય વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જેકબ માર્ટિનની અટકાયત કરી હતી. મેડિકલ તપાસમાં તેઓ નશામાં હોવાનું પુષ્ટિ થતા પોલીસે પ્રોહિબિશન એક્ટ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન અને વડોદરા ક્રિકેટના જાણીતા વ્યક્તિ જેકબ માર્ટિનની અકોટા પોલીસે દારૂ પીને ગાડી ચલાવવાના આરોપસર ગુન્હો નોંધવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, જેકબ માર્ટિન અકોટા દાંડિયા બજાર બ્રિજ પર એમજી હેક્ટર કાર ચલાવી રહ્યા હતા. નશાની હાલતમાં હોવાથી તેમણે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને બે-ત્રણ વાહનોને ટક્કર મારી. આ ઘટનાથી ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ. માહિતી મળતાં જ અકોટા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસમાં નશામાં ગાડી ચલાવ્યાનું સામે આવ્યું હતું ત્યારે અકોટા પોલીસે આ મામલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત અંગે અલગ-અલગ ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :એક તરફી નિયમ બનાવાયો…UGCના નવા નિયમ સામે દેશમાં અનેક સ્થળે વિરોધ: મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો શું છે UGCનો નવો નિયમ?
આ ક્રિકેટર આ પહેલા પણ વિવાદમાં આવી ચુક્યા છે. અગાઉ ફ્લેટના ધાબા પર દારૂની પાર્ટીમાં ઝડપાયા હતા એટલુ જ નહીં કબૂતરબાજીના કિસ્સામાં પણ જેકોબ માર્ટિનનું નામ અગાઉ આવ્યું હતું. ત્યારે જેકોબ માર્ટિન (રહે. શાલીન ફ્લેટ, ગોત્રી, વડોદરા) પોતાની એમ.જી. હેક્ટર કારમાં અકોટા વિસ્તારમાંથી મોડીરાત્રે આશરે 2:30 વાગ્યે પુનિતનગર સોસાયટી પાસેથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. નશાની હાલતને કારણે તેણે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે રોડસાઈડ પાર્ક કરેલાં 3 વાહનોને તેની કારે જોરદાર ટક્કર મારી હતી.
53 વર્ષીય જેકબ માર્ટિન 1999 થી 2001 વચ્ચે ભારતીય ટીમ માટે 10 વનડે રમ્યા હતા. તેમણે આઠ ઇનિંગ્સમાં 158 રન બનાવ્યા હતા, જેમાં એક વખત અણનમ રહ્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર 39 હતો. જ્યારે તેમણે નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય સફળતા મેળવી નથી, તો તેઓ સ્થાનિક ક્રિકેટમાં એક અગ્રણી વ્યક્તિ રહ્યા છે. માર્ટિન બરોડા અને આસામ માટે સ્થાનિક ક્રિકેટ રમ્યા હતા.
તેમણે 138 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 9192 રન બનાવ્યા, જેમાં 23 સદી અને 47 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 271 હતો. તેમણે 101 લિસ્ટ એ મેચોમાં 2948 રન પણ બનાવ્યા, જેમાં ત્રણ સદી અને 20 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે 2007માં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી.
