બાંગ્લાદેશ સત્તાવાર રીતે T-20 વર્લ્ડ કપમાંથી બહાર : ICCએ કરી જાહેરાત, સ્કોટલેંડનો સી ગ્રુપમાં સમાવેશ
આઈ.સી.સી.એ આગામી ટી-20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને સત્તાવાર રીતે બહાર કર્યું છે અને તેને સ્થાને સ્કોટલેંડની ટીમનો સમાવેશ કર્યો છે. સ્કોટલેંડની ટીમને સી-ગ્રુપમાં રાખવામાં આવી છે. સ્કોટલેંડની ટીમ કોલકત્તામાં વેસ્ટઇન્ડીઝ, ઇટાલી અને ઇંગ્લેન્ડ સામે રમશે. તે મુંબઈમાં નેપાળ સામે પણ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમશે.
Cricbuzzના અહેવાલ મુજબ, ભારત ન આવવાના નિર્ણયને કારણે આઈ.સી.સી. એ બાંગ્લાદેશને ટી-૨૦ વર્લ્ડ કપમાંથી બાકાત રાખ્યું છે અને તેમના સ્થાને સ્કોટલેન્ડને તક આપી છે.
આ પણ વાંચો :દ્વારકાધીશ મંદીર પાસે તમાકુના વેચાણ-સેવન ઉપર પ્રતિબંધ: ભીક્ષુકો તેમજ ફેરીયાઓ પણ મંદીર નજીક નહીં આવી શકે
બાંગ્લાદેશને વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવાનું જોખમ નથી તેવું આઈ.સી.સી.એ જાહેર કર્યું હતું આમ છતાં બાંગ્લાદેશે ઇનકાર કર્યો હતો, જેના કારણે આઈ.સી.સી. ને કડક નિર્ણય લેવાની ફરજ પડી છે.
બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો ગ્રુપ સીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્કોટલેન્ડ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ, 9 ફેબ્રુઆરીએ ઇટાલી અને 14 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે કોલકાતામાં ગ્રુપ સ્ટેજ મેચ રમશે. ત્યારબાદ સ્કોટલેન્ડ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે પોતાની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ રમશે.
સ્કોટલેન્ડનું શિડ્યુલ:
નવા શિડ્યુલ મુજબ સ્કોટલેન્ડ તેની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતામાં રમશે. ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ ઈટાલી, 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ અને 17 ફેબ્રુઆરીએ નેપાળ સામે ટકરાશે. બાંગ્લાદેશની આ જીદ તેમને આર્થિક રીતે પણ ભારે પડી શકે છે, કારણ કે ICC દ્વારા તેમના પર દંડ કે સસ્પેન્શન જેવી કાર્યવાહી પણ તોળાઈ રહી છે.
