TP સ્કીમમાં બિનખેતીની મંજૂરીમાંથી મુક્તિ મળશે: રાજ્ય સરકાર લેશે મહત્ત્વનો નિર્ણય,મહેસુલી સુધારણા ભાગરૂપે નવી પ્રક્રિયા લાગુ થશે
રાજ્ય સરકાર ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આવતા વિસ્તારોમાં બિન-ખેતીના પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત પ્રક્રિયાને નાબૂદ કરવા પર સક્રિયપણે વિચારણા કરી રહી છે. આ અંગે રાજ્ય સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકારને પણ જાણ કરી છે કે મહેસૂલી સુધારાના ભાગરૂપે આ પ્રક્રિયા ટૂંક સમયમાં અમલી બની શકે છે.
આ અંગે ચર્ચા કરવા માટે સરકાર અને મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં તમામે આ નિર્ણયમાં હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
હાલના નિયમો મુજબ, કોઈપણ રહેણાંક, વ્યાપારી, મિશ્ર ઉપયોગ અથવા ઔદ્યોગિક પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા મહેસૂલ વિભાગ પાસેથી બિનખેતી પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. ભલે તે જમીન ટાઉન પ્લાિંનગ સ્કીમ હેઠળ આવતી હોય, છતાં આ મંજૂરી લેવી પડતી હતી.
આ પણ વાંચો :રીબડા અમિત ખૂંટ ચકચારી આપ*ઘાત કેસમાં રાજદિપસિંહ જાડેજા 74 દિવસે જામીન મુક્ત: ગોંડલ કોર્ટે ચોક્કસ શરતો સાથે જામીન અરજી મંજૂર કરી
હવે સરકાર આ બિનખેતી મેળવવાની ક્લોઝને સંપૂર્ણપણે હટાવવાની તૈયારીમાં છે. હવે સરકાર આ એનએ મેળવવાની ક્લોઝને સંપૂર્ણપણે હટાવવાની તૈયારીમાં છે. મહત્વની વાત એ છે કે, આ મુક્તિ માત્ર ફાઈનલ થઈ ગયેલી ટીપી સ્કીમ જ નહીં, પરંતુ ડ્રાફ્ટ ટીપી સ્કીમ હેઠળ આવતા વિસ્તારોને પણ લાગુ પડી શકે છે.
