રીબડા અમિત ખૂંટ ચકચારી આપ*ઘાત કેસમાં રાજદિપસિંહ જાડેજા 74 દિવસે જામીન મુક્ત: ગોંડલ કોર્ટે ચોક્કસ શરતો સાથે જામીન અરજી મંજૂર કરી
રીબડાના વતની અમિત ખૂંટના તેના જ ગામે વાડીએ ફાંસો ખાઇ કરેલી આત્મહત્યાના ચકચારી બનાવમાં 74 દિવસથી જેલ બંધ રહેલા રીબડાના રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાનો ગોંડલ કોર્ટમાંથી જામીન મળ્યા છે. અમિત ખૂંટ સામે સગીરાએ કારમાં દુષ્કર્મ ગુજાર્યાની રાજકોટમાં પોલીસ ફરિયાદ ગત વર્ષે મે માસના આરંભે નોંધાવી હતી. ફરિયાદના કલાકો બાદ જ અમિતે વાડીએ આપઘાત કરી લીધો હતો.
સ્યૂસાઇડ નોટ મળી હતી. જે તે સમયે ઘટનાથી બંને પક્ષે ભારે શાબ્દીક વોર થઇ હતી. અમિત ખૂંટના ભાઇની ફરિયાદના આધારે ગોંડલ પોલીસે સગીરા અન્ય એક યુવતી, જૂનાગઢના ઇસમો અને અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતની ધરપકડ કરી હતી. આ કેસમાં રાજદિપસિંહ છ માસ સુધી વોન્ટેડ રહ્યા બાદ ગત વર્ષે 10 નવેમ્બરના રોજ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હાજર થતાં ધરપકડ કરાઇ હતી.
આ પણ વાંચો :લો બોલો! હત્યારી અને હત્યારો પડ્યા પ્રેમમાં: લગ્ન માટે મળ્યા 15 દિવસના પેરોલ,ઓપન જેલમાં લિવ-ઇન રિલેશનથી રહેતા હતા
આપઘાત કેસમાં રાજદિપસિંહના બે દિવસના રિમાન્ડ મેળવાયા હતાં. બાદમાં જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. આ ચકચારી કેસમાં સ્પેશ્યલ પી.પી.ની નિમણૂંક કરાઇ હતી. રાજદિપસિંહે જેલ મુક્ત થવા માટે ગોંડલની કોર્ટમાં જામીન અરજી કરી હતી. બન્ને પક્ષોની રજૂઆતો-દલીલો બાદ આજે રાજદિપસિંહને અદાલતે કેસ સંબંધી પુરાવાઓ સાથે છેડછાડ ન કરવા, સાક્ષીઓને ફોસલાવવા કે દબાવવા નહીં, આગામી 1 એપ્રિલ સુધી રાજકોટ જિલ્લાની હદ છોડવી નહીં અને કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી અદાલતની મંજૂરી વિના રાજ્ય બહાર જવું નહીં. પાસપોર્ટ હોય તો 7 દિવસમાં કોર્ટમાં જમા કરાવવા સહિતની શરતો સાથે જામીન અરજી મંજૂર કરી હતી. હવે જૂનાગઢ જેલમાંથી 74 દિવસ બાદ રાજદિપસિંહ
જાડેજાને મુક્તિ મળશે.
