રાયપુરમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત: સૂર્યકુમાર યાદવની કેપ્ટન ઇનિંગ,તોફાની બેટિંગ કર્યા બાદ ઇશાન કિશન થયો ઈમોશનલ
ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને બીજી ટી-20 મેચ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી. રાયપુરમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા જેના જવાબમાં ભારતીય ટીમે આ વિશાળ લક્ષ્ય માત્ર 15.2 ઓવરમાં પ્રાપ્ત કર્યું હતું. ભારતે ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી 200 રન કે તેથી વધુનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
આ મેચ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે યાદગાર રહી હતી કારણ કે તેણે 24 ઇિંનગ્સ પછી અડધી સદી ફટકારી હતી. તેણે 37 બોલમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 82 રન બનાવ્યા હતા. તેની છેલ્લી અડધી સદી ઓક્ટોબર 2024માં બાંગ્લાદેશ સામે બની હતી જે મેચમાં તેણે 75 રન બનાવ્યા હતા.
As breathtaking as it can get 💥#TeamIndia sail over the finish line with 7⃣ wickets to spare in Raipur ⛵️
— BCCI (@BCCI) January 23, 2026
With that, they lead the series 2⃣-0⃣ 👏
Updates ▶️ https://t.co/8G8p1tq1RC#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/UXOo96Qbup
ભારતીય ટીમે બીજી ટી-20 મેચ 28 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. આ સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં 200 રનથી વધુના લક્ષ્યનો સૌથી ઝડપી પીછો કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા, પાકિસ્તાને 24 બોલ બાકી રહેતા કિવી ટીમને હરાવીને 200 થી વધુના લક્ષ્યનો સૌથી ઝડપી પીછો કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ પણ વાંચો :જમ્મુ- કાશ્મીર સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફ વર્ષા: શિમલામાં બરફનું તોફાન,વૈષ્ણોદેવીની યાત્રા કરાઇ સ્થગિત
આ મેચમાં ભારતના બંને ઓપિંનગ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. સંજુ સેમસન ફક્ત 6 રન બનાવી શક્યો જ્યારે અભિષેક શર્મા પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. જોકે, ઇશાન કિશને બેિંટગમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 32 બોલમાં 237.50 ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 76 રન બનાવ્યા. આ કિશનની આંતરરાષ્ટ્રીય ઝ20 કારકિર્દીમાં સાતમી અને ન્યુઝીલેન્ડ સામેની તેની પહેલી અડધી સદી હતી.
Packing a punch! 👊💪
— BCCI (@BCCI) January 23, 2026
Ishan Kishan is the Player of the Match for his blistering knock of 7⃣6⃣(32), including 1⃣1⃣ fours and 4⃣ sixes 👌
Scorecard ▶️ https://t.co/8G8p1tq1RC#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @ishankishan51 pic.twitter.com/eTYdv0AfPv
ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ઉપરાંત શિવમ દુબેએ 18 બોલમાં 36 રનની ઝડપી ઇિંનગ રમી અને ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડના બોલર ઝાચેરી ફોલ્કેસ માત્ર ત્રણ ઓવરમાં 67 રન આપ્યા હતા.
આ પહેલા રચીન રચીન રવિન્દ્રના 44 અને મિચેલ સેન્ટનરના અણનમ 47 રન સહિત અન્ય બેટરોની નાની-નાની ઇિંનગથી ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા.
ઇશાન કિશન થયો ઈમોશનલ
ઇશાન કિશને ન્યુઝીલેન્ડ સામે 32 બોલમાં 76 રન ફટકારીને જોરદાર વાપસી કરી. પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર થયા બાદ, કિશને કહ્યું, “મેં મારી જાતને પૂછ્યું, શું હું ફરીથી ભારતીય જર્સી પહેરી શકું છું અને પ્રદર્શન કરી શકું છું? મારી પાસે આનો ખૂબ જ સ્પષ્ટ જવાબ હતો… મારે ફક્ત રન બનાવવાના હતા. મારી બેટિંગ ક્યાં છે તેનો જવાબ આપવો મહત્વપૂર્ણ હતો. મારા માટે ઘરેલુ ક્રિકેટ ખૂબ જ મહત્વપૂર્ણ હતું.”
