26મી જાન્યુ.એ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…અમદાવાદની 10થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ
છેલ્લા ઘણા સમયથી ઇમેલ દ્વારા મળતી બોમ્બની ધમકીઓમાં વધારો થતો જાય છે. સ્કૂલને, સરકારી કચેરીને, કોર્ટને અને ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓમાં વધારો થતો જાય છે ત્યારે આજે અમદાવાદની 10 નામાંકિત સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.અમદાવાદમા બોપલની ડી.પી.એસ. સહિત 10થી વધુ સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાના ઇમેલ કરવામાં આવ્યા હતા અને 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’ તેવી ધમકી આપવામાં આવતા પોલીસ તેમજ ડોગ, બૉમ્બ ડિસ્પોઝલ ટીમ સહિતનો કાફલો દોડી ગયો, ભારે ગભરાહટ સાથે વાલીઓ પણ પોતાના સંતાનોને લેવા માટે સ્કૂલો પર ઉમટી પડ્યા હતા.
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદની નામાંકિત સ્કૂલોને ફરીવાર બોમ્બની ધમકી મળતા હડકંપ મચી જવા પામ્યો હતો. અમદાવાદમા બોપલની ડી.પી.એસ. સહિત 10થી વધુ સ્કૂલોને બૉમ્બ ઉડાવી દેવાના ઇમેલ કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 1.11 વાગ્યે ચાર સ્કૂલ ઉડાવશું, 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ન ફરકાવવા સહિતની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ, ડોગ, બૉમ્બ ડિસ્પોઝલ ટીમ સહિતનો કાફલો દોડી ગયો હતો.
ધમકીભર્યા મેલમાં અગાઉની પેટર્ન પ્રમાણે 1:11 વાગ્યે સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી છે. મેલમાં લખ્યું છે કે….
ગુજરાત ખાલીસ્તાનનું દુશ્મન છે
@1:11 વાગ્યે 3થી 4 સ્કૂલોમાં આ સંદેશ સાથે બોમ્બ ધમાકા થશે. મોદી-શાહ ખાલિસ્તાનના લોકમત કાર્યકરોના દુશ્મન છે.
તમારા બાળકોને બચાવી લો
26 જાન્યુઆરીએ કોઈપણ સ્કૂલમાં તિરંગો ફરકાવતા નહીં
ખાલીસ્તાન-બાંગ્લાદેશ ઝિંદાબાદ
પ્રજાસત્તાક દિવસે મોદી શાહ ટાર્ગેટ
સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યાના સમાચાર વાલીઓને મળતા જ ભારે ગભરાહટ સાથે વાલીઓ પણ પોતાના સંતાનોને લેવા માટે સ્કૂલો પર ઉમટી પડ્યા હતા.થોડા દિવસ પહેલા અમદાવાદમાં જ સ્કૂલને, રાજ્યમાં અલગ અલગ અદાલતોને બૉમ્બથી ઉડાવી દેવાના એક પેર્ટન જેવા ઇ મેલ મળ્યા હતા, સમયાંતરે મળતા આવા ધમકીના ઈ-મેલમાં હજી સુધી કોઈ પકડાતા ન હોવાથી લોકોમાં ભારે ઉચાટ છે.
આ પણ વાંચો :ત્રણ સગી બહેનો પ્રેમીઓ સાથે ફરાર: મોટી બહેન હાજર થતા ખુલ્યું રહસ્ય,રાજકોટની એરપોર્ટ પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
શાળા શરૂ થયાના થોડા સમય પછી ઇમેઇલ ચેતવણી મળી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાળા શરૂ થયાના થોડા સમય પછી ઇમેઇલ ચેતવણી મળી હતી. સંત કબીર સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને ચેતવણી આપી હતી. સાવચેતીના પગલા તરીકે, વાલીઓને તેમના બાળકોને લેવા માટે સંદેશાઓ અને ફોન કોલ દ્વારા જાણ કરવામાં આવી હતી. ચેતવણીઓ બાદ, મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને ઘરે લઈ જવા માટે શાળાઓમાં પહોંચ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો, બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શન સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ સાથે, સ્થળોએ દોડી ગઈ હતી. વર્ગખંડો, શાળાના મેદાનો અને સામાન્ય વિસ્તારોમાં વિગતવાર શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા તપાસ સંપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ધમકીભર્યા ઇમેઇલના સ્ત્રોતને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
