જો ટોલ નહીં ભરો તો મોટી ઉપાધિમાં મુકાઇ જશો! વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ચૂકવણીને કડક રીતે લાગુ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. મંગળવારે જારી કરાયેલ સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) રુલ્સ, 2026 નોટિફાઇ કરાયુ છે, જેમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ 1989 માં મહત્વપૂર્ણ ફેરફારો કરાયા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનને મજબૂત બનાવવા, ટોલ ચોરી અટકાવવા અને બેરિયર-લેન ટોિંલગના સરળ અમલીકરણને સુનિશ્ચિત કરવાનો છે. નવા નિયમો અનુસાર જો વાહન પર કોઈ ટોલ બાકી હોય તો ઘણી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ પ્રભાવિત થશે. વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે.
મંત્રાલયે “અનપેઇડ યુઝર ફી”ની નવી પરિભાષા જાહેર કરી છે. આ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા રેકોર્ડ કરાયેલ ટોલ ફીનો ઉલ્લેખ કરે છે જ્યારે કોઈ વાહન નેશનલ હાઇવે સેક્શન પર પસાર થાય છે, પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, 1956 મુજબ પ્રાપ્ત થતું નથી. ફાસ્ટેગ અથવા અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા ચૂકવણી ન કરવા પર બાકી ચૂકવણી કરશે
નવા નિયમો મુજબ, જો ફાસ્ટેગ અથવા મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં તમારા વાહન પર ટોલની રકમ બાકી બોલતી હશે, તો વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે.
આ પણ વાંચો :રાજકોટના અમિન માર્ગ પરના પ્લોટનું રૂ.106 કરોડમાં વેચાણ: ચાર બિલ્ડર વચ્ચે તીવ્ર હરીફાઈ બાદ આખરે પ્રાઇડ ક્નસ્ટ્રક્શને બાજી મારી
નેશનલ પરમિટઃ કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ જારી કરવામાં આવશે નહીં.ફોર્મ 28 એનઓસી માટે વપરાતા ફોર્મમાં અરજદારોએ હવે જાહેર કરવું પડશે કે તેમના વાહન પર કોઈ અનપેડ ટોલ ડિમાંડ પેિંન્ડગ નથી. સંબંધિત વિગતો પણ આપવી પડશે. મંત્રાલયે ફોર્મ 28 ના અમુક વિભાગોને ડિજિટલ રૂપમાં જારી કરવાની સુવિધા આપી છે. જે ઓનલાઈન પોર્ટલ દ્વારા ઉપલબ્ધ થશે. આ દસ્તાવેજ વાહન ટ્રાન્સફર, રાજ્ય બદલવા અને અન્ય પ્રક્રિયાઓ માટે જરૂરી છે.
