ICC ODI Rankings: કિંગ કોહલીએ ગુમાવ્યો નંબર 1નો તાજ! ન્યુઝીલેન્ડનો ડેરિલ મીચેલ વન-ડે રેન્કીંગમાં નંબર વન બન્યો
ન્યુઝીલેન્ડે ભારતમાં પહેલીવાર વન-ડે શ્રેણી જીતાડનારા ડેરિલ મીચેલે ભારતીય ક્રિકેટ ચાહકોને વધુ એક ઝટકો આપ્યો છે. મિચેલે ભારત વિરુદ્ધ ત્રણ મેચની શ્રેણીમાં બે સદી અને એક ફિફટીની મદદથી આઈસીસી રેન્કીંગમાં પ્રથમ ક્રમ મેળવી કોહલી પાસેથી તાજ છીનવી લીધો છે. કોહલી પાછલા સપ્તાહે અંદાજે 1645 દિવસ બાદ આઈસીસીની વન-ડે રેન્કીંગમાં નંબર વન બન્યો હતો પરંતુ મીચેલે સાત દિવસમાં જ તેને આ સ્થાન પરથી હટાવી દીધો હતો. એટલું જ નહીં મીચેલે વિરાટ કોહલી અને પોતાના વચ્ચે રેટિંગ પોઈન્ટની પણ લીડ મેળવી છે.
જો કે કોહલી પણ નંબર-2 ક્રમ ઉપર લાંબા સમય સુધી યથાવત રહેશે કેમ કે નંબર-3ના ક્રમે રહેલા અફઘાનિસ્તાનના બેટર ઈબ્રાહિમ જાદરાન વચ્ચે પણ રેટિંગ પોઈન્ટનું મોટું અંતર છે. પાછલા સપ્તાહે વિરાટ દ્વારા નંબર વન પોઝિશનથી હટાવાયેલા રોહિત શર્મા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન છતાં રેન્કીંગમાં ચોથા ક્રમે જળવાયેલો છે. મીચેલ વન-ડે કરિયરમાં બીજી વખત નંબર વન બન્યો છે. છેલ્લે તે નવેમ્બર-2025માં પ્રથમ ક્રમે પહોંચ્યો હતો.
ડેરિલ મિશેલે ઇતિહાસ રચ્યો
ડેરિલ મિશેલે પોતાની ODI કારકિર્દીમાં પહેલી વાર 845 રેટિંગ મેળવ્યું. ભારત સામેની ODI શ્રેણીમાં મિશેલના બેટિંગ પ્રદર્શનમાં બે સદીનો સમાવેશ થતો હતો. તેમને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો. મિશેલે પોતાની ODI કારકિર્દીમાં અત્યાર સુધીમાં નવ સદી ફટકારી છે. મિશેલે પોતાની ODI કારકિર્દીમાં 59 મેચ રમી છે, જેમાં તેણે 58.47 ની સરેરાશથી કુલ 2,690 રન બનાવ્યા છે.
આ પણ વાંચો :અહાન શેટ્ટીએ કમાણીમાં પિતા સુનિલ શેટ્ટીનો રેકોર્ડ તોડ્યો: ‘બોર્ડર’ માટે સુનિલને મળ્યા’તા લાખો રૂપિયા, દીકરાએ કરોડો રૂપિયા વસૂલ્યા
ડેરિલ મિશેલ ત્રણ મેચની ODI શ્રેણીમાં ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા. આ સંદર્ભમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બાબર આઝમ છે, જેમણે 2016 માં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની શ્રેણીમાં 360 રન બનાવ્યા હતા.
3 મેચની ODI દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધુ રન
360 – બાબર આઝમ વિરુદ્ધ WI, 2016
360 – શુભમન ગિલ વિરુદ્ધ NZ, 2023
352 – ડેરિલ મિશેલ વિરુદ્ધ IND, 2026
349 – ઇમરુલ કાયેસ વિરુદ્ધ ZIM, 2028
346 – નિસાન્કા વિરુદ્ધ AFG, 2024
