અહાન શેટ્ટીએ કમાણીમાં પિતા સુનિલ શેટ્ટીનો રેકોર્ડ તોડ્યો: ‘બોર્ડર’ માટે સુનિલને મળ્યા’તા લાખો રૂપિયા, દીકરાએ કરોડો રૂપિયા વસૂલ્યા
`બોર્ડર 2′ વર્ષની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. 1997 ની ફિલ્મ `બોર્ડર’ ની આ સિક્વલમાં સની દેઓલ સાથે નવી સ્ટાર કાસ્ટ જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે, `બોર્ડર’માં સુનિલ શેટ્ટીએ ભૈરવ સિંહની ભૂમિકા ભજવીને દિલ જીતી લીધા હતા. હવે, `બોર્ડર-2’માં સુનિલ શેટ્ટી નહીં પરંતુ તેનો પુત્ર અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આહાન ફિલ્મમાં તેના પિતા સુનિલ શેટ્ટી દ્વારા છોડી દેવાયેલી ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરશે. તે જાણીને નવાઈ લાગશે કે ફીની બાબતમાં તે સુનિલ શેટ્ટીને પાછળ છોડી ચૂક્યો છે.
જેપી દત્તા દિગ્દર્શિત `બોર્ડર’માં સુનીલ શેટ્ટીનું પાત્ર હજુ પણ લોકોના મનમાં છવાયેલું છે. ફિલ્મમાં ભૈરવ સિંહ તરીકે સુનીલ શેટ્ટીના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમની ફીની વાત કરીએ તો, અભિનેતાએ `બોર્ડર’ માટે લાખો રૂપિયા લીધા હતા.
આ પણ વાંચો :અહો આશ્ચર્યમ! બિગ બીના ઘરમાં ગોલ્ડન ટોયલેટ: એક્ટર વિજય વર્માએ સેલ્ફી સાથે શેર કરી વર્ષ 2016ની જૂની યાદ તાજી કરી
બોર્ડર-2’માં અહાન શેટ્ટી લેફ્ટનન્ટ કેડર જોસેફ પાયસ આલ્ફ્રેડ નોરોનની ભૂમિકા ભજવતો જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, `બોર્ડર-2′ માટે અહાન શેટ્ટીની ફી 3 થી 4 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે. આમ, તેણે તેના પિતા સુનીલ શેટ્ટીનો ફીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
