અહો આશ્ચર્યમ! બિગ બીના ઘરમાં ગોલ્ડન ટોયલેટ: એક્ટર વિજય વર્માએ સેલ્ફી સાથે શેર કરી વર્ષ 2016ની જૂની યાદ તાજી કરી
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ટ્રેન્ડ ફરતો રહે છે. રસપ્રદ વાત એ છે કે બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ આ ટ્રેન્ડને ફોલો કરે છે. હાલમાં 2016 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે, દરેક વ્યક્તિ 2016ને યાદ કરી રહ્યા છે અને જૂના ફોટા શેર કરી રહ્યા છે. તાજેતરમાં બોલિવૂડ અભિનેતા વિજય વર્માએ તેમની 2016ની યાદોને તાજી કરી. 2016નું વર્ષ તેમના માટે ખૂબ જ ખાસ હતું. તેમણે તે વર્ષે અમિતાભ બચ્ચનના ઘરની મુલાકાત લીધી હતી, અને તેની એક ઝલક શેર કરી હતી.
2016 માં, વિજય વર્માને ફિલ્મ પિન્કમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી હતી. ફોટા શેર કરતા તેમણે લખ્યું, “2016 મારા માટે એક માઇલસ્ટોન વર્ષ હતું. મને બિગ બી અને શૂજીત દા સાથે પિન્ક માં કામ કરવાનો મોકો મળ્યો, સાથે સાથે એક સુંદર કલાકાર અને ક્રૂ પણ. હું ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને મળ્યો.
આ પણ વાંચો :બજેટમાં સુરક્ષા માટે સીધો 20%નો વધારો થઈ શકે છે: સ્પેશ્યલ ઇકોનોમીક ઝોનના નિયમોમાં પણ થઈ શકે છે મોટા ફેરફાર
મેં બચ્ચનના ઘરે સોનાના ટોઇલેટ સાથે સેલ્ફી લીધી.” વિજય વર્માએ ઘણા ફોટા શેર કર્યા છે, જેમાંથી એક અમિતાભ બચ્ચનના ઘરનો છે. આ ફોટામાં તે ગોલ્ડન ટોયલેટ સીટ સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. સેલ્ફી લેતી વખતે વિજય હસતો હોય છે. શેરવાની પહેરીને તે ખૂબ જ સુંદર લાગે છે. વિજયનો અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
