હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં 17 શરમજનક રેકોર્ડ: 5 અણઘડ નિર્ણયથી ટીમ ઇન્ડિયા અંધકારમય, 6 નિર્ણયની ભરપૂર ટીકા
ગૌતમ ગંભીરના હેડ કોચ તરીકેના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ અમુક મોટી ટૂર્નામેન્ટ જીતી છે પરંતુ સાથે જ ટેસ્ટ અને વન-ડેમાં એવી ઐતિહાસિક હાર જોવા મળી જે ઘણા લાંબા સમયથી મળવા પામી ન્હોતી. ગંભીરની દેખરેખ હેઠળ જ ટીમ ઈન્ડિયાના નામે 17 શરમજનક રેકોર્ડ નોંધાયા, ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટવોશ થયો, વન-ડે શ્રેણીમાં હાર મળી, કેપ્ટનશિપનો વિવાદ અને ખેલાડીઓના ફોર્મનું પતન સહિતનું બનવા પામ્યું હતું. ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણીમાં પરાજય બાદ ગંભીરની કાર્યશૈલી અંગે ઉઠી રહેલા સવાલો વચ્ચે બળતામાં ઘી હોમાયું છે.
ભારતે ગંભીરના કોચિંગ હેઠળ અત્યાર સુધી પાંચ મુખ્ય દ્વિપક્ષીય વન-ડે શ્રેણી રમી છે જેના પરિણામ ચોંકાવનારા આવ્યા છે. ભારતે પાંચમાંથી ત્રણ શ્રેણી ગુમાવી હતી જે ઘર અને બહાર બન્ને જગ્યાએ ગુમાવી હતી. 2023 વન-ડે વર્લ્ડકપ બાદ આ ફોર્મેટમાં ભારતની સ્થિતિ ખરાબ થઈ જવા પામી છે.
6 નિર્ણયની ભરપૂર ટીકા
ટેસ્ટ ટીમમાં વારંવાર ફેરફાર
સિનિયર ખેલાડીઓની નિવૃત્તિનો વિવાદ
સ્પિન બોલરોનું સતત ધોવાણ
કેપ્ટન બદલવાની રણનીતિ
ઘરઆંગણે જ નબળું બેટિંગ
અનુભવી ખેલાડીઓને સામેલ ન કરવા

આ પણ વાંચો :અસહ્ય પીડાઃ રાજકોટમાં QR કોડવાળા 20 લાખ જન્મના દાખલા કાઢવાના છે, નીકળે છે રોજના 100! ‘કરવા ગયા કંસાર, થઇ ગઇ થૂલી’ જેવો ઘાટ



