ગમે ત્યારે ડિમોલિશન: રાજકોટના જંગલેશ્વરના દબાણકારોને હવે ફાઇનલ નોટિસ અપાશે: લોકો વેરાબિલ, લાઇટ બિલ સિવાયના પુરાવાઓ ન આપી શક્યા
આજી રિવર ફ્રન્ટ માટે રાજકોટ કલેકટર હસ્તકની 1.23 લાખ ચોરસ મીટર જમીન પર ઉભેલા 1350થી વધુ બાંધકામોને અપાયેલી નોટિશનો દૌર આજે પૂર્ણ થયો છે. હવે દબાણો દુર કરવા માટે ડિમોલિશનની ફાઇનલ (આખરી) નોટિસ આપવા માટે તંત્ર દ્વારા કાઉન્ટ ડાઉન શરૂ થશે.
નોટીશો અપાયા બાદ મિલ્કત, જમીન સબંધી માલિકીના કોઇ દસ્તાવેજી પુરાવાઓ હોય તો રજુ કરવા માટેની ત્રણ તબક્કે દબાણકારોને તક અપાઇ હતી. જેમાં અગાઉ બે તબક્કે મામલતદાર કચેરી સમક્ષ 900થી વધુ નોટીસ ધારકો દ્વારા પૈકીનાઓએ પુરાવા તો રજુ કર્યા પણ મહત્તમે લાઇટ બીલ તથા વેરા બીલ જ આપ્યા. કોઇ પાસેથી જમીન માલિકીના દસ્તાવેજી પુરાવા મળ્યા ન હતાં કે રજુ કરાયા ન્હોતા.
આ પણ વાંચો :ભાજપની પ્રદેશ કારોબારીમાં અનુભવી-જૂના આગેવાનોને સમાવાયા: રાજકોટનું મ્હેણુ ભાંગ્યું, કમલેશ મિરાણી, ભાનુબેન બાબરિયા સહિતનો સમાવેશ
આજે તા.19ના આખરી રાઉન્ડમાં 400થી વધુને પુરાવા માટે તક અપાઇ હતી અને આજે નોટીસ પુરાવા, સુનાવણીનો દૌર પુર્ણ થયો હતો. આજે પણ એવા કોઇ જમીન માલિકીના કોઇ પુરાવાઓ મામલતદાર કચેરી સમક્ષ આવ્યા ન હતા. સુનાવણી પૂર્ણ થતાં હવે ડિમોલિશન માટેની ફાઇનલ 202 હેઠળની નોટીસ અપાશે. ત્યારબાદ ડિમોલિશન કાર્યવાહી હાથ લેવાશે.
