1લી એપ્રિલથી દેશભરમાં રોકડ ટોલ સિસ્ટમ બંધ થશે: ટોલ ટેક્સ હવે ફક્ત ફાસ્ટેગ અથવા UPI દ્વારા જ ચૂકવી શકાશે
દેશમાં સરકારે હાઇવે મુસાફરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી દેશભરના તમામ રાષ્ટ્રીય હાઇવે પરના ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ટોલ ટેક્સ હવે ફક્ત ફાસ્ટેગ અથવા યુપીઆઈ દ્વારા જ ચૂકવી શકાશે. સરકાર માને છે કે આ નિર્ણયથી મુસાફરી સરળ બનશે અને સમય, ઇંધણ અને પૈસાની પણ બચત થશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે ભારત ઝડપથી ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ યુપીઆઇ દ્વારા ટોલ ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેને સારી રીતે આવકાર મળ્યો હતો. હવે સરકારે ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ પછી ટોલ પ્લાઝા પર ફક્ત ફાસ્ટેગ અથવા યુપીઆઇ જ માન્ય હશે.
આ પણ વાંચો :નાના હાથ, મજબૂત મુક્કા: લિટલ માસ્ટર પ્લે હાઉસના 14 બાળકોએ મેળવી કરાટેમાં બ્લેક બેલ્ટની સિદ્ધિ કરી હાંસલ
આ નિર્ણયથી દેશભરના ટોલ પ્લાઝા પર રોકડ લેન સંપૂર્ણપણે દૂર થશે. આનાથી મેન્યુઅલ કલેક્શનને કારણે થતી લાંબી કતારોથી રાહત મળશે. સરકારનો દાવો છે કે કેશલેસ ટોિંલગ સિસ્ટમને ઝડપી, વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવશે. ફાસ્ટટેગ હોવા છતાં ઘણા લોકો હજુ પણ કેશ લેનનો ઉપયોગ કરતા હતા, જેના કારણે ટ્રાફિક જામ થાય છે, ખાસ કરીને તહેવારો અને પીક અવર્સ દરમિયાન ટોલ પ્લાઝા પર વારંવાર સ્ટોપ થવાથી ઇંધણનો વપરાશ વધે છે અને ડ્રાઇવરોનો થાક વધે છે. વી. ઉમાશંકરના મતે દરેક વખતે સ્ટોપ કરવાથી અને ફરીથી શરૂ કરવાથી સમય અને ડીઝલ બંનેનો બગાડ થાય છે. લાંબા અંતરની મુસાફરી દરમિયાન આ નુકસાન વધુ થાય છે. કેશલેસ સિસ્ટમ આ સમસ્યાને મોટાભાગે દૂર કરશે.
