વેરો ન ભરનારા સામે સીલિંગનો ધોકો પછાડતી રાજકોટ મનપાઃ વધુ 78 મિલકત સીલ, બાકીદારોએ 4.92 કરોડ રૂપિયાની કરી ભરપાઈ
નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થાય તે પહેલાં જ 2025-26ના વર્ષનો 425 કરોડની વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા વેરા શાખાનો સ્ટાફ મરણિયો બનીને ઉઘરાણી કરી રહ્યો છે ત્યારે એક જ દિવસમાં વેરો ભરપાઈ કરવામાં ઠાગાઠૈયા કરનારા 378 બાકીદારોની મિલકત સીલ કરી દેતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
રાજકોટ મહાપાલિકા દ્વારા જણાવાયું કે વેરા શાખા દ્વારા એક દિવસમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં 485 મિલકતો સામે સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવતાં જ ફટાફટ 4.92 કરોડ રૂપિયા ભરપાઈ કરી દીધા હતા.
આ પણ વાંચો :લો બોલો! પોલીસે જ પોલીસને ચોપડ્યો ચૂનો: રાજકોટમાં નિવૃત્ત ASIના પુત્ર-પુત્રવધૂ દાગીના ઓળવી ગયા, જાણો શું છે સમગ્ર મામલો
એકંદરે જે મિલકતધારકોદ્વારા મિલકત વેરા તેમજ પાણીવેરા પેટે પાંચ હજાર રૂપિયા કે તેથી વધુની રકમ બાકી હોય તેવા બાકીદારોની યાદી મહાપાલિકાની વેબસાઈટઉપર મુકવામાં આવી છે ત્યારે પોતાની મિલકતનો કેટલો વેરો બાકી છે તે નામ સાથે ચકાસણી કરી તુરંત જ પાણી તેમજ મિલકતવેરો ભરપાઈ કરવો જરૂરી છે અન્યથા મહાપાલિકા દ્વારા મિલકત સીલ કરવી, પાણીનું કનેક્શનકટ કરવું કે મિલકતની હરાજી કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
