ભરશિયાળે પાણીકાપ: રાજકોટમાં આવતીકાલે આ વોર્ડની 50 સોસાયટીમાં નહીં મળે પાણી
ભરશિયાળે રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.3ની 50 સોસાયટીઓમાં પાણી કાપ ઝીકવામાં આવતાં ગૃહિણીઓમાં દેકારો બોલી જવા પામ્યો હતો. તા.17ને શનિવારે રેલનગર હેડ વર્કસ ખાતે નવા બનેલા જીએસઆરના જૂના જીએસઆર (પાણીના ટાંકા) સાથે જોડાણ કરવાનું હોવાથી તેમજ પમ્પીંગ સ્ટેશનના સમ્પની સફાઈ કરવા, સમ્પની અંદર પાઈપલાઈન રિપેરિંગની કામગીરી કરવાથી હોવાથી વોર્ડ નં.3 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
પાણીકાપને લીધે જે સોસાયટીમાં પાણી નહીં મળે તેમાં રેલનગર-1, રેલનગર-2 શેરી નં.1થી 14, સંતોષીનગર, પોપટપરા વિસ્તાર, અમૃત રેસિડેન્સી, નારાયણનગર, શક્તિ સોસાયટી, આસ્થા ચોક, સૂર્યા પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધે પાર્ક, અપર્ણા પાર્ક, શ્રીનાથજી પાર્ક, નાથદ્વારા સોસાયટી, રઘુનંદન સોસાયટી, સમર્પણ પાર્ક, અમરનાથ પાર્ક, શિવમ પાર્ક, મુરલીધર પાર્ક, લોર્ડ ક્રિષ્ના પાર્ક, ઘનશ્યામ રેસિડેન્સી, રામેશ્વર પાર્ક શેરી નં.1થી 6, શિવદૃષ્ટિ, શીતલ પાર્ક-1 અને 2, સ્વામિનારાયણ રેસિડેન્સી, સદ્ગુરુ પાર્ક, મધુવન પાર્ક, રાધિકા રેસિડેન્સી, મોહન પાર્ક, પ્રમુખસ્વામી સોસાયટી, છત્રપતિ શિવાજી ટાઉનશિપ, દયાનંદ સરસ્વતિ ટાઉનશિપ, વીરસાવર ટાઉનશિપ, સુભાષચંદ્ર બોઝ ટાઉનશિપ, મહર્ષિત અરવિંદ ટાઉનશિપ, લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશિપ, ડૉ.હેડગેવાર ટાઉનશિપ, ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપ, ભગીતી નીવેદિતા ટાઉનશિપ ઉપરાંત મિયાણાવાસ પોપટપરા, ગોદામ સામે મફતિયાપરા, સેન્ટ્રલ જેલ, સુંદરમ સિટી, સુંદરમ ગોલ્ડ,અતુલ્યમ ગ્રીન તેમજ ધ સ્પેસ બિલ્ડિંગ એન્ડ રત્નમ સ્કાય લાઈન (માધાપર ચોક) સહિતનો સમાવેશ થાય છે.
