રાજકોટના અરવિંદ મણિયાર હોલનું ‘લાકડા’ જેવું ભાડું વસૂલાશે: ત્રણેય શિફ્ટનું ભાડું અલગ-અલગ,મેઈન્ટેનન્સ ચાર્જ પણ પ્રતિ શિફ્ટ વસૂલાશે
રાજકોટના જ્યુબિલીમાં અરવિંદભાઈ મણિયાર ઓડિટોરિયમની કાયાપલટ કર્યા બાદ હવે તેનું ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે. જો કે આ ભાડું `લાકડા’ જેવું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીએ જે ભાડું મંજૂર કર્યું છે તે પ્રમાણે આ હોલ પાંચ કલાક માટે બુકિંગ કરવામાં આવે તો છ હજારથી બાર હજાર રૂપિયા સુધી ભાડું વસૂલવામાં આવશે.
શું હશે ભાડું ?

આ ઓડિટોરિયમમાં 519 પુશબેક ખુરશી, સેન્ટ્રલ એ.સી.સિસ્ટમ, ઓડિટોરિયમની સાઈડની દિવાલોમાં એકોસ્ટીક પેનેલિંગ કામ, મેઈન સ્ટેજ પર વૂડમ ફ્લોરિંગ સહિતની સુવિધા આપવામાં આવી છે.
ભાડાની વાત કરવામાં આવે તો આહોલ ત્રણ શિફ્ટમાં ભાડે અપાશે. આ ઉપરાંત અટલ બિહારી ઓડિટોરિયમ અને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમનું ભાડું તેમજ ડિપોઝિટનો દર પણ નક્કી કરવામાં આવ્યો હતો.
