Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુની શ્રી માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજની મંજૂરી અંતે રદ કરી દેવાઈ: માળખાગત સુવિધાઓમાં ખામી હોવાનું અપાયું કારણ,વિદ્યાર્થીઓનું હવે શું થશે?

Thu, January 8 2026

જમ્મુ-કાશ્મીરના રિયાસી સ્થિત શ્રી માતા વિષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સને નૅશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા આપવામાં આવેલી એમબીબીએસ કોર્સની મંજૂરી રદ કરવામાં આવી છે. 2025-26 શૈક્ષણિક વર્ષ માટે 50 બેઠકો સાથે આપવામાં આવેલ `લેટર ઓફ પરમિશન’ (LoP) પાછું ખેંચવાનો નિર્ણય મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARB)એ લીધો હોવાનું કમિશને જણાવ્યું છે. નોંધનીય છે કે આ કોલેજમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સામે હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો.

NMC મુજબ, કોલેજ સામે છેલ્લા બે સપ્તાહમાં અનેક ગંભીર ફરિયાદો મળી હતી. ફરિયાદોમાં પૂરતી માળખાગત સુવિધાઓ ન હોવી, દર્દીઓની સંખ્યા અપૂરતી હોવી, પૂર્ણકાલીન લાયક શિક્ષકોની અછત તથા રેસિડેન્ટ ડૉક્ટરોની સંખ્યા ઓછી હોવા જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આ ફરિયાદોની ચકાસણી માટે MARB દ્વારા અચાનક ભૌતિક નિરીક્ષણ કરાયું ત્યારે તેમાં અનેક ગંભીર ખામીઓ નજરે પડી હતી. આ પરિસ્થિતિમાં કોલેજ ચાલુ રાખવાથી મેડિકલ શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના હિતોને નુકસાન થતું હોવાથી મંજૂરી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું NMCએ જણાવ્યું.

આ પણ વાંચો :ગણેશ ગોંડલના 31 પ્રશ્નો સાથેનો નાર્કોટેસ્ટ રિપોર્ટ હાઇકોર્ટને સોંપાયો: રિપોર્ટની નકલ ફરિયાદી પક્ષને આપવા અદાલતનો આદેશ

આ અગાઉ કોલેજના પ્રથમ બેચમાં 50માંથી 46 મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. શ્રી માતા વિષ્ણોદેવી મંદિરના દાનથી કોલેજ નિર્માણ થયાનું જણાવી વિવિધ હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જો કે નેશનલ મેડિકલ કમિશને બધા પ્રવેશ મેરિટ ઉપર અને કાયદા મુજબ અપાયા હોવાનું તે સમયે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓનું હવે શું થશે?

NMCએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાધીશ સંસ્થાઓને આ વિદ્યાર્થીઓને જમ્મુ-કાશ્મીરની અન્ય સરકારી મેડિકલ કોલેજોમાં `સુપરન્યુમરરી બેઠકો’ તરીકે સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી પરીક્ષા પાસ કરીને બેઠકો મેળવી છે, કોઈએ તેમને ઉપકારથી પ્રવેશ આપ્યો નથી. તેમણે જો વિવાદના કારણે ત્યાં ભણવું મુશ્કેલ હોય તો સરકાર તેમને અન્ય મેડિકલ કોલેજોમાં સમાયોજિત કરે અને આ કોલેજ બંધ કરી દે તેવું સૂચન કર્યું હતું. શિક્ષણ, રમતગમત અને ખોરાક જેવા મુદ્દાઓ પર રાજકારણ ન થવું જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

દંપતિ ફાઇવ સ્ટાર હોટલના રૂમમાં હતું ત્યારે…ઉદયપુરમાં કપલની પ્રાઈવસીના ભંગ બદલ હોટેલ લીલા પેલેસને 10 લાખનો દંડ

Next

ગણેશ ગોંડલના 31 પ્રશ્નો સાથેનો નાર્કોટેસ્ટ રિપોર્ટ હાઇકોર્ટને સોંપાયો: રિપોર્ટની નકલ ફરિયાદી પક્ષને આપવા અદાલતનો આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Jharkhand Air Ambulance Crash: ઉડાન ભર્યાની 24 મિનિટમાં જ એર એમ્બ્યુલન્સ તૂટી પડી: દર્દી સહિત 7 લોકોના મોત
5 મિનિટutes પહેલા
રશિયા અને યુક્રેનના યુદ્ધની આજે ચોથી વરસી પર મોસ્કોમાં આત્મઘાતી હુમલો, પોલીસ અધિકારીનું મોત, અન્ય કેટલાક ઘાયલ
38 મિનિટutes પહેલા
દિલ્હીથી લેહ જતા spicejetના વિમાનમાં યાંત્રિક ખામી, ટેક ઓફ બાદ તરત જ ઇમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત
40 મિનિટutes પહેલા
કર્ણાટક સરકારમાં આંતરિક વિખવાદ વધુ તીવ્ર બન્યો, 30 ધારાસભ્યોએ કેબિનેટમાં સમાવવાની માગણી મૂકી
41 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2919 Posts

Related Posts

વલસાડ : 6 વર્ષની ફુલ જેવી બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસી, બાળકીના પરિવારને 17 લાખનું વળતર ચૂકવાશે
ક્રાઇમ
3 મહિના પહેલા
મણિપુરમાં ફરી હિંસા ભભૂકી ઉઠી: ટોળાએ 15 ઘરોને આગ ચાંપી, એક યુવક પર કર્યો ગોળીબાર
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
સીબીઆઈએ ક્યાં દરોડા પાડયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
“મારો કાંઈ વાંક ગુનો નથી, હું નિર્દોષ છું, મને તો ફસાવાયો છે”
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર