Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના બેડી યાર્ડમાં વડાપ્રધાનનાં હેલિકોપ્ટર માટે 3 હેલિપેડ તૈયાર: PM સાથે જાપાન, યુક્રેન, કોરિયા,આફ્રિકાનાં પોલિટિકલ લીડર્સ સ્ટેજ પર બેસશે

Thu, January 8 2026

રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી 11મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઈબ્રન્ટ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે. વડાપ્રધાન સોમનાથ મહાદેવના દર્શન બાદ હેલિકોપ્ટર દ્વારા રાજકોટ પહોંચશે, જ્યાં તેમનું હેલિકોપ્ટર બેડી યાર્ડ ખાતે બનાવવામાં આવેલા ખાસ હેલિપેડ પર લેન્ડિંગ કરશે.

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને બેડી યાર્ડની વિશાળ અને સુરક્ષાની દ્રષ્ટિએ અનુકૂળ જગ્યાની પસંદગી કરવામાં આવી છે, જેનો હવાલો હવે એસ.પી.જી. દ્વારા સંભાળી લેવામાં આવ્યો છે. આ સ્થળે કુલ ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. સોમવારથી હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે ગઈકાલે પૂર્ણ થઈ ચૂકી છે.

આ પણ વાંચો :રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટના સ્થળે જ ફાયરસ્ટેશન ઉભું કરાશે: 100 જવાનો,8 ફાઇટર સાથે રહેશે તૈનાત,દરેક ડોમમાં સાધનો ફિટ કરવાનું શરૂ

અગાઉ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં હેલિપેડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં યોજનામાં ફેરફાર કરી બેડી યાર્ડની જમીન, જ્યાં તાજેતરમાં સીસી પેવર રોડ બનાવાયો છે અને હેલિકોપ્ટર લેન્ડિંગ માટે વધુ અનુકૂળ જગ્યા ઉપલબ્ધ છે, ત્યાં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં યોજાનારી આ ભવ્ય વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો તથા પ્રતિષ્ઠિત મહેમાનો મોટી સંખ્યામાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનોના આગમનને લઈને વહીવટી તંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે સતર્ક બની છે અને તમામ વ્યવસ્થાઓની અંતિમ તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો :રાજકોટની વાઇબ્રન્ટ સમિટ બનશે ફૂડ ફેસ્ટ ઓફ ઇન્ડિયા: મહેમાનોનું મેનૂ તૈયાર, મોંઘેરા મહેમાનોને પીરસાશે આ વાનગી

શનિવારે હીરાસર એરપોર્ટ ઉપર PM મોદીનું ટૂંકુ રોકાણ

જાન્યુઆરી 10

  • 14-30 દિલ્હી એરપોર્ટથી રવાના
  • 16-25 રાજકોટ એરપોર્ટ આગમન
  • 16-30 એરપોર્ટથી હેલીકોપ્ટર દ્વારા રવાના
  • 17-35 સોમનાથ હેલીપેડ આગમન
  • 17-40 સોમનાથ હેલીપેડથી રવાના
  • 17-45 સોમનાથ સર્કીટ હાઉસ આગમન
  • 17-45 થી 18-45 મીટીંગ અને રાત્રી રોકાણ

જાન્યુઆરી 11

  • 9-45 સોમનાથ મહાદેવ મંદિરમાં આગમન
  • 9-45 થી 10-45  દર્શન અને પૂજા
  • 10-25થી 10-45  શૌર્ય યાત્રા
  • 11-00 જાહેરસભા સ્થળે આગમન
  • 11 થી 12  જાહેર સભા
  • 12-10 સોમનાથ હેલીપેડ આગમન
  • 12-15 સોમનાથ થી રાજકોટ જવા રવાના
  • 13-20  રાજકોટ હેલીપેડ આગમન
  • 13-30  મારવાડી યુનિવર્સિટીમાં આગમન
  • 13-35 ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદઘાટન
  • 14 થી 15-15 વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન
  • 15-25 હેલીપેડ ઉપર આગમન
  • 15-30 હીરાસર એરપોર્ટ જવા રવાના
  • 15-50 હીરાસર એરપોર્ટ આગમન
  • 15-55 IAF દ્વારા અમદાવાદ જવા રવાના
  • 16-45 અમદાવાદ એરપોર્ટ આગમન
  • 17-00 સાબરમતી આશ્રમની મુલાકાત
  • 18-30  રાજભવન આગમન અને રાત્રી રોકાણ

    રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી 10,000થી વધુ MSMEનું રજિસ્ટ્રેશન

રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને લઈને ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમિટમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ વિસ્તારના કુલ 10,000 એમએસએમઇ ઔદ્યોગિક એકમોએ નામ નોંધણી કરાવી છે, જે આ સમિટ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ઉદ્યોગ, રોકાણ, ટેકનોલોજી અને વ્યાપાર ક્ષેત્રે સહકાર અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાશે. એમએસએમઇ એકમોને વૈશ્વિક રોકાણકારો સાથે સીધો સંવાદ કરવાનો મોકો મળશે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને નવી તકો મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાનાં માર્ગદર્શન હેઠળ એન્જીનીયરીંગ એસો.હોલ ખાતે વાઈબ્રન્ટ સમિટને લઈ ને જાણકારી આપતો સેમિનાર ગઈકાલે યોજાયો હતો.જેમાં ક્યાં દિવસે ક્યાં વિષય પર સેમિનાર, કોન્કલેવ ક્યાં યોજાશે તેની સમગ્ર માહિતી સૌરાષ્ટ્ર-કચ્છનાં ઉદ્યોગકારોને ઓનલાઈન આપવામાં આવી હતી.

વડાપ્રધાન સાથે જાપાન, યુક્રેન, કોરિયા અને આફ્રિકાનાં પોલિટિકલ લીડર્સ સ્ટેજ પર બેસશે

રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં આ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્વ જોવા મળશે. સમિટના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર જાપાન, યુક્રેન, સાઉથ કોરિયા અને આફ્રિકાના દેશોના રાજકીય આગેવાનો હાજર રહેશે. વિવિધ દેશોના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓની હાજરીથી વાઈબ્રન્ટ સમિટને વૈશ્વિક મંચ તરીકે નવી ઓળખ મળશે.આ ચારેય દેશ આ સમિટ માટે પાર્ટનર બન્યા છે.બપોરે 1 થી 3 દરમિયાન ઉદ્ઘાટન સમારોહમાં આ 4 દેશનાં પોલિટિકલ લીડર્સ સાથે ત્યાંના બિઝનેસમેન જોડાશે.જેમના સેશન પણ રાખવામાં આવ્યા છે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ઉદ્યોગ, રોકાણ, ટેકનોલોજી અને વ્યાપાર ક્ષેત્રે સહકાર અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાશે. વિદેશી રાજકીય આગેવાનો સાથેના સંવાદથી ભારત અને અન્ય દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

PM મોદી ગુજરાતની મુલાકાતે: હીરાસર એરપોર્ટ પર ટૂંકું કરશે રોકાણ, જુઓ વડાપ્રધાનના બે દિવસના પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ!

Next

વિકી કૌશલ અને કેટરિના કૈફના દીકરા વિહાનનું ફિલ્મ ‘ઉરી’ સાથે ખાસ કનેક્શન? ‘ધુરંધર’ના ડિરેક્ટર આદિત્ય ધરની કમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
17 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
18 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
18 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
18 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ઝટકો : જન્મસિધ્ધ નાગરિકતા અધિકાર સમાપ્ત કરતા આદેશ પર ફેડરલ જજે રોક લગાવી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો : બારીઓનાં કાચ તોડ્યા, મુસાફરોમાં ગભરાટ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શું અટકશે ‘હેરા ફેરી 3’ નું શૂટિંગ? ફ્રેન્ચાઇઝીના અસલી માલિક હોવાનો દાવો કરતા સાઉથના નિર્માતાએ કર્યો કેસ
Entertainment
2 મહિના પહેલા
વડાપ્રધાન મોદીએ મહિલા વિરુધ્ધના અત્યાચાર અંગે શું કહ્યું ? વાંચો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર