રાજકોટની વાઇબ્રન્ટ સમિટ બનશે ફૂડ ફેસ્ટ ઓફ ઇન્ડિયા: મહેમાનોનું મેનૂ તૈયાર, મોંઘેરા મહેમાનોને પીરસાશે આ વાનગી
11 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વાયબ્રન્ટ સમિટ આ વખતે માત્ર રોકાણ, ઉદ્યોગ અને વિકાસની ચર્ચાઓ સુધી સીમિત નહીં રહે, પરંતુ ભારતની સમૃદ્ધ રસોઈ પરંપરાનો ભવ્ય પરિચય પણ કરાવશે. દેશના દરેક રાજ્યની વિશિષ્ટ વાનગીઓ એક જ થાળીમાં પીરસાઈને મહેમાનોને ફૂડ ફેસ્ટ ઓફ ઈન્ડિયાનો અનોખો અનુભવ મળશે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધીના સ્વાદોની સાથે વાયબ્રન્ટ સમિટ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને પણ સ્વાદિષ્ટ રીતે રજૂ કરશે.જેના માટે રાજકોટનાં 3 દાયકા જુનાં અને જાણીતા કેટર્સને ઓર્ડર અપાયો છે.
આ પણ વાંચો :રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટના સ્થળે જ ફાયરસ્ટેશન ઉભું કરાશે: 100 જવાનો,8 ફાઇટર સાથે રહેશે તૈનાત,દરેક ડોમમાં સાધનો ફિટ કરવાનું શરૂ
મોંઘેરા મહેમાનોને પીરસાશે આ વાનગી
| આમ ચી મુંબઈ | સાઉથ ઇન્ડિયન | ફાસ્ટફૂડ | ગુજરાતી-પંજાબી થાળી | ચાઇનીઝ |
| વડાપાઉં | ઈડલી થટે,મેદુવડા | રતલામી ભાજી-કુલચા | બે સબ્જી,ફરસાણ | ચાઈનીઝ ભેળ |
| મિસળ પાવ | રસમ વડા | છોલે કુલચા | રોટી, પરાઠા | પનીર ચીલી |
| પાઉંભાજી | પ્લેન ઢોસા,ગાર્લિક ઢોસા | પિત્ઝા,ફ્રેન્કી | પુરી, ઊંધિયું | ડ્રાય મચ્યુરિયન |
| તવા પુલાવ | મસાલા ઢોસા,બાહુબલી ઢોસા | બર્ગર,હોટડોગ | વિન્ટર સ્પેશિયલ લીલા ટમેટાં,લીલી દ્રાક્ષ | ફ્રાઈડ રાઈસ |
| જીની ઢોસા,સુરતી ગોટાળો | સેન્ડવીચ | તુવેર, આદુ,જીંજરાનું મિક્સ શાક |
મારવાડી યુનિવર્સિટીનાં 800 વિદ્યાર્થીઓની થઇ પસંદગીઃ 400 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તેમના દેશનાં મહેમાનોને વેલકમ કરશે
મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને લઈ સમગ્ર કેમ્પસમાં ઉત્સાહ અને તૈયારીઓનો માહોલ છવાયો છે. યુનિવર્સિટીના તમામ સ્ટાફ તેમજ સ્ટુડન્ટ્સ સમિટને સફળ બનાવવા માટે સક્રિય રીતે જોડાયા છે અને વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.આ સમિટ માટે એક્સપોર્ટ કાઉન્સિલ દ્વારા ખાસ કરીને 800 સ્ટુડન્ટ્સની પસંદગી કરવામાં આવી છે, જે સમિટ દરમિયાન વિવિધ સત્રો, મેનેજમેન્ટ અને સંકલન કાર્યમાં ભાગ લેશે. આ સાથે જ 400 વિદેશી સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ ડેલીગેશન માટે નિમણૂંક કરવામાં આવી છે. આ સ્ટુડન્ટ્સ દેશ-વિદેશથી આવનાર મહેમાનો અને પ્રતિનિધિઓને સાઈટ વિઝિટ કરાવશે તેમજ યુનિવર્સિટી અને ઔદ્યોગિક સુવિધાઓ અંગે માહિતી આપશે.
