Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટસ્પોર્ટ્સ

રાજકોટમાં ફરી જામશે ક્રિકેટ ફીવર : ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે મેચની ટિકિટનું આ તારીખથી થશે વેચાણ,ભાવ સાંભળીને હોશ ઊડી જશે

Sat, January 3 2026

રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર 14 જાન્યુઆરીને મકરસંક્રાંતિના દિવસે જ ભારત-ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે આંતરરાષ્ટ્રીય વન-ડે મુકાબલામાં બેટ-બોલનો `પેચ’ જામવાનો છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા મંગળવારથી આ મેચ માટેની ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવનાર હોવાનું અને તેનો ભાવ 1500થી 7000 રૂપિયા સુધીનો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીએ વડોદરામાં શ્રેણીનો પ્રથમ વન-ડે મુકાબલો રમાશે. આ મેચ રમી 12 જાન્યુઆરીએ બન્ને ટીમ રાજકોટ આવી પહોંચશે. ટિકિટની વાત કરવામાં આવે તો પાછલી મેચની જેમ જ ટિકિટનો દર 1500થી 7000 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે અને તેનું વેચાણ 6 જાન્યુઆરીને મંગળવારથી બૂકમાય શો ઉપર થઈ શકશે.

એક બાજુ મકરસંક્રાંતિનો તહેવાર અને બીજી બાજુ રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર થવાની હોવાથી આ દિવસ પતંગ-ક્રિકેટ એમ બન્નેનો તહેવાર બની રહેશે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માની પણ રાજકોટમાં સંભવતઃ છેલ્લી વન-ડે મેચ હોવાનું લાગી રહ્યું છે કેમ કે બન્ને હવે માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમી રહ્યા છે.

રાજકોટમાં બે વર્ષ પહેલાં એટલે કે 27 સપ્ટેમ્બરે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. જ્યારે ન્યુઝીલેન્ડ સામે રાજકોટમાં ભારતની ટક્કર છેલ્લે 1999માં થઈ હતી.

આ પણ વાંચો :બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાન IPL 2026માં નહીં રમે: વિરોધને પગલે BCCIએ KKRને રિલીઝ કરવા આપ્યો નિર્દેશ

વડોદરા વન-ડે મેચની ટિકિટ આઠ મિનિટમાં જ વેચાઈ ગઈ

11 જાન્યુઆરીએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વડોદરામાં પહેલી વન-ડે મેચ રમાવાની છે ત્યારે આ મેચની ઓનલાઈન ટિકિટ માત્ર આઠ મિનિટમાં જ વેચાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માને મેદાન ઉપર જોવા માટે હજુ પણ ક્રિકેટરસિકો એટલા જ તલપાપડ છે. જો કે એવી વિગત પણ બહાર આવી હતી કે અમુક ક્વોટાની જ ટિકિટ ઓનલાઈન વેચવામાં આવી હતી. જ્યારે બીજો ક્વોટા તેમજ ઓફલાઈન ટિકિટનું વેચાણ પણ હજુ કરાશે.

Share Article

Other Articles

Previous

વાવડીમાં બનશે રાજકોટનો પહેલો ‘સ્પોન્જ પાર્ક’: તાપમાનને ‘કાબૂ’માં રાખી શકાશે, ચોખ્ખી હવા પ્રાપ્ત થઈ શકશે,જાણો સ્પોન્જ પાર્કમાં બીજુ શું શું હશે?

Next

કરોડો રૂપિયાના કાંડ, લાંચમાં 50% હિસ્સો…સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર ડૉ.રાજેન્દ્ર પટેલ 5 દિવસના રિમાન્ડ પર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ: કરાં પણ જોરદાર વરસ્યા, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી,ઠેર-ઠેર પાણી ભરાયા
10 કલાક પહેલા
અશાંતધારા નિયંત્રણ માટે કાયદામાં કડક પગલાંની તૈયારી: કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે ફેરફાર સૂચવતો ખરડો વિધાનસભામાં આવશે
11 કલાક પહેલા
ઈરાને કતારના LNG પ્લાન્ટ પર કર્યો હુમલો: ક્રૂડ અને ગેસના ભાવ સળગતા સંકટ ઘેરું બન્યું, અબુ ધાબીનો ગેસ પ્લાન્ટ પણ બંધ
11 કલાક પહેલા
ગુજરાતમાં માવઠાનું સંકટ: કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં
11 કલાક પહેલા
Categories

નેશનલ

3000 Posts

Related Posts

નેપાળના તોફાનોએ યાત્રાળુ મહિલાનો ભોગ લીધો : હોટલમાં આગથી બચવાના પ્રયાસમાં ઘાયલ થતાં ભારતીય મહિલાનું મોત
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
નોકરી કરવી હોય તો કરો રૂ. 5,500 જ પગાર મળશે! રાજકોટ કલેકટરના તાબા હેઠળની કચેરીઓમાં જ લઘુતમ વેતનધારાનો ભંગ
ક્રાઇમ
9 મહિના પહેલા
લો બોલો! કરાંચીની જેલમાંથી 216 કેદીઓ એક સાથે ભાગી ગયા, વાંચો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
VIDEO : વરસાદે રાજકોટ મનપાની પોલ ખોલી ; એકટીવા લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં પડી ગયા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર