લાખેણી ચાંદી: રાજકોટમાં 1 દિવસમાં ચાંદીમાં 4000નો ઉછાળો! આગામી દિવસોમાં 2.30 લાખને પાર કરી શકે છે
રાજકોટમાં એક જ દિવસમાં ચાંદીમાં ચાર હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે, ચાંદી એક કિલોએ 2.27 લાખએ અને સોનાના ભાવ પણ 10 ગ્રામએ રૂપિયા 1.41 પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 4500 ડોલરની સપાટી વટાવી જતાં અને ચાંદી 70 ડોલરની સપાટીને પાર કરી જતા સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે.
સોની બજારના જાણીતા વેપારીઓના જણાવ્યા અનુસાર જે ગતિથી સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે ટૂંકા ગાળામાં વૈશ્વિક બજારમાં 73 ડોલર અને સ્થાનિક બજારમાં ચાંદી 2.30 લાખને પાર કરી શકે એમ છે. એક મહિનામાં સોનામાં 9.25% તેજી અને ચાંદીમાં 36 ટકાની તેજી નોંધાય છે.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અંદાજ મુજબ આ મહિનામાં ભારતમાં 100 ટનથી પણ વધુ જૂની ચાંદી વેચી તેજીનો લાભ લીધો છે સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન આટલી ચાંદી વેચાતી હોય છે પરંતુ આ વર્ષે ચાંદીમાં રેકોર્ડ બે્રક ભાવ વધારાના પગલે લોકોએ જૂની ચાંદી વેચી દીધી હતી.
