રાજકોટ સિવિલ હોસ્પિટલનું દર્દ: દર્દીઓની રિક્ષામાં પાર્સલો ફરે, દર્દીઓ બાપડા ‘સ્ટ્રેચર’માં ઢસડાય
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાના નામે મીંડું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી અને સંવેદન હીનતાના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં દર્દી કરતા માલ-સામાનને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલના નિયમ મુજબ કોઈપણ દર્દીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં કે ટેસ્ટ માટે લઈ જવા માટે સાથે એક સર્વન્ટ હોવો ફરજિયાત છે. પરંતુ વાસ્તવિકતામાં, દર્દીના સગા જ સ્ટ્રેચર ખેંચતા જોવા મળે છે. તંત્ર દ્વારા ફાળવવામાં આવેલા સેવકો ક્યાં ગાયબ છે તે એક મોટો પ્રશ્ન છે. માલ સામાનને ‘વીઆઈપી’ ટ્રીટમેન્ટ, દર્દીઓને હાલાકી તાજેતરમાં સામે આવેલી તસ્વીરો ચોંકાવનારી છે.
આ પણ વાંચો :વિજય હઝારે ટ્રોફી 2025-26: કોહલી-પંત નહીં, હાર્દિક, શમી અને રિન્કુ સિંહ રાજકોટમાં રમશે,કૃણાલ પંડ્યા સહિતના ખેલાડીઓ આવશે રમવા
મદર્દીઓને એક બિલ્ડીંગ થી બીજી બિલ્ડીંગ સુધી ઝડપથી પહોંચાડવા માટે જે રિક્ષાઓ દાતાઓ દ્વારા આપવામાં આવી છે.તેમાં દર્દીઓને બદલે કાર્ટનના બોક્સ અને અન્ય માલસામાનની હેરાફેરી કરવામાં આવી રહી છે.એક તરફ રિક્ષામાં સામાન ભરેલો છે, ત્યારે બીજી તરફ લાચાર દર્દીઓને ધોમધખતા તાપમાં ખુલ્લા સ્ટ્રેચર પર સુવડાવીને તેમના સગાઓ દ્વારા ખેંચીને લઈ જવામાં આવી રહ્યા છે. શું સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને આ દ્રશ્યો દેખાતા નથી? દર્દીઓની સુવિધા માટે રાખવામાં આવેલા સાધનોનો ઉપયોગ માલ-સામાન ફેરવવા માટે કરવો કેટલો યોગ્ય છે? આ પ્રકારની લાપરવાહીને કારણે જો કોઈ દર્દીની હાલત વધુ બગડે તો તેનો જવાબદાર કોણ? જો કે ચેમ્બરમાં બેસીને “આપણી સિવિલ સારી” હોવાના દાવા કરતા અધિકારીઓ ગ્રાઉન્ડ લેવલનું રિયાલિટી ચેક કરે તો ખબર પડે કે ક્યાં કચાસ રહી જાય છે.
