રાજકોટમાં ફરીવાર ઢગાએ કરીએ દીકરીની પજવણી: ધો.8ની વિદ્યાર્થિનીને પાડોશી શખ્સે ફ્રેન્ડશિપનું પૂછીને સતામણી કરતાં નોંધાઈ ફરિયાદ
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં માસૂમ બાળકીઓ વિકૃત માનસિકતા ધરાવતાં હેવાનોએ સતામણી અને અણછાજતું વર્તન કર્યું હોય તેવી બીજી ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરાને પાડોશી 43 વર્ષીય ઢગાએ ફ્રેન્ડશિપનું પૂછી છેલ્લા 2 મહિનાથી બિભત્સ વાતો કરી માનસિક ત્રાસ આપતો હોય જે અંગે બાળકીએ સ્કૂલમાં શિક્ષિકાને આપવીતી જણાવતા આરોપીની કરતૂત સામે આવી હતી. બનાવ અંગે પોલીસે પોક્સો સહિતની કલમોના આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ, રૈયા રોડ વિસ્તારમાં આવેલ એક ફ્ઝલેટમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને તેના જ એપાર્ટમેન્ટમાં નીચેના માળે રહેતો વિજય પરમાર ( ઉંમર 43) નામનો શખ્સ છેલ્લા બે માસથી હેરાન કરતો હતો. સગીરા જ્યારે પણ એકલી હોય ત્યારે આરોપી તેની પાસે જઈ `મિત્રતા’ કરવા દબાણ કરતો અને બિભત્સ વાતો કરી માનસિક ત્રાસ આપતો હતો. ડરના માર્યા સગીરાએ આ વાત પરિવારને કરી નહોતી, પરંતુ તેની શાળાના શિક્ષિકા પાસે હૈયાવરાળ ઠાલવી હતી.
આ પણ વાંચો :“મુજે જાને દો નહીં તો મે જાન દે દુંગી”! રાજકોટ એરપોર્ટ પર મહિલા પેસેન્જરની ધમાલ,સ્ટાફે અંતે મામલો થાળે પાડ્યો
શિક્ષિકાએ તાત્કાલિક સગીરાના પરિવારજનોને આ ગંભીર બાબતની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારે બાળકીને વિશ્વાસમાં લઈને પૂછતા તેણીએ જણાવ્યું હતું કે, આરોપી વિજય અવારનવાર તેનો પીછો કરતો અને તેને એકલી જોઈને અટકાવતો હતો. તે સગીરાને કહેતો કે, “તું હવે મોટી થઈ ગઈ છે, તારે લગ્ન પછીની બધી જાણકારી હોવી જોઈએ” તેમ કહી અશ્લીલ વાતો કરતો હતો. જ્યારે સગીરા તેનો વિરોધ કરતી ત્યારે આરોપી ઉશ્કેરાઈ જઈને તેની સાથે ખરાબ વર્તન કરતો હતો.
પરિવારે િંહમત બતાવી પોલીસનો સંપર્ક કર્યો છે. પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિજય પરમાર વિરુદ્ધ છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
