ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી કાંઇ નેતા નથી બની જવાતું! પૂર્વ DyCM નીતિન પટેલનો સહકાર સરિતા કાર્યક્રમમાં શાબ્દિક કટાક્ષ
મહેસાણાના કડીમાં સહકાર સરિતા કાર્યક્રમ સંમેલનમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી નેતા નથી બની જવાતું. ભાજપનો પટ્ટો, ખેસ લગાવીને વાહનોમાં ફરે, પોતાના કામ કઢાવે, શરૂઆતમાં ચાલે પરંતુ આવા ગોરખધંધા કરનારાઓને જનતા ઓળખી ગઈ છે. આવા શબ્દો સાંભળીને હાજર સૌ કોઈ થોડીવાર તો સ્તબ્ધ બની ગયા હતા અને જેઓને આવા શબ્દો લાગુ પડ્યા હશે તે શાનમાં સમજી ગયા હશે.
કડીના ચંપાબા ટાઉન હોલ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખરીદ વેચાણ સંઘ આયોજિત કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેમાનપદે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :રાજકોટના લાખાજીરાજ રોડ પર પાથરણા વાળાઓના ત્રાસથી વેપારીઓએ બંધ પાળ્યું: બપોરે 1 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ
તેમણે તેમના ઉદ્બોધન કર્યું હતું જેમાં તેમણે ગાડી પર ખેસ લગાવવાની વાત સાતે વધુમાં કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર બાબતે પાટણ જિલ્લાનું ઉદાહરણ ટાંક્યું હતું. ખેડૂતોના નામે મંડળીઓના મંત્રીઓ લોન ઉપાડી લે છે, ખેડૂતોને ખબર હોતી નથી. તેમણે ટકોર કરી હતી કે, એકબીજાને સહકારની ભાવના ઘટી છે, મદદ ન થાય તો કાંઈ નહીં, કોઈને નડવું નહીં. હવે તો નવા આવનારાઓને પણ હોદ્દા મળી જાય છે.
