સંરક્ષણ મંત્રાલયના લેફ્ટનન્ટ કર્નલ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા: CBIની દિલ્હીમાં મોટી કાર્યવાહી,અધિકારીના પત્ની પણ ફસાયા
CBIએ સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ દીપક કુમાર શર્માની લાંચના કેસમાં ધરપકડ કરી હતી. લેફ્ટનન્ટ કર્નલની સાથે વિનોદ કુમાર નામના અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. આવા મહત્વપૂર્ણ લાંચ કૌભાંડમાં લેફ્ટનન્ટ કર્નલની સંડોવણી ચોંકાવનારી છે. કર્નલ શર્મા સંરક્ષણ મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને નિકાસ માટેના ડેપ્યુટી પ્લાનિંગ ઓફિસર છે. શર્મા બેંગલુરુ સ્થિત કંપની પાસેથી રૂપિયા 3 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા છે. તેમના ઘરેથી રૂપિયા 2.36 કરોડની રોકડ પકડાઈ છે. પત્નીના રાજસ્થાન ખાતેના ઘરેથી રૂપિયા 10 લાખની રોકડ ઝડપાઇ છે.
આ ધરપકડો CBI દ્વારા 19 ડિસેમ્બરે નોંધાયેલા કેસ બાદ થઈ છે. CBIને સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતા સરકારી અધિકારીઓ અને ખાનગી કંપનીઓ સાથે સંકળાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે વિશ્વસનીય માહિતી મળી હતી. તપાસ એજન્સીએ તેમની પત્ની, કર્નલ કાજલ બાલી અને દુબઈ સ્થિત કંપની સહિત અન્ય લોકો સામે ગુનાહિત કાવતરું અને લાંચ લેવાના આરોપસર કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો :Tu Meri Main Tera Main Tera Tu Meri : કાર્તિક-અનન્યાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિનેમાઘરો બાદ આ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે
એજન્સીના જણાવ્યા અનુસાર, શર્માએ કથિત રીતે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસમાં રોકાયેલી કેટલીક કંપનીઓને અન્યાયી રીતે લાભ પહોંચાડવા માટે લાંચ માંગી હતી અને સ્વીકારી હતી, જેને રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો માનવામાં આવે છે. આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ છે.
લેફ્ટનન્ટ કર્નલ દીપક કુમાર પર લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શર્મા નવી દિલ્હીમાં રહે છે, પરંતુ તેમનો પરિવાર રાજસ્થાનના શ્રી ગંગાનગરનો છે. શર્માની ઉંમર 40 થી 45 વર્ષની વચ્ચે હોવાનો અંદાજ છે.તેમની પત્ની, કર્નલ કાજલ બાલી, રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 16મી ઇન્ફન્ટ્રી ડિવિઝન ઓર્ડનન્સ યુનિટ (DOU)ના કમાન્ડિંગ ઓફિસર છે, અને તેમનું નામ પણ આ કેસમાં છે. જોકે, તેમની હજુ સુધી ધરપકડ કરવામાં આવી.
